કચ્છ

કચ્છમાં કાળચક્રનો કોળિયો બન્યા આઠઃ અકસ્માતોની વણઝાર ક્યારે રોકાશે?

ભુજ: દિવસે ને દિવસે બની રહેલા માર્ગ અકસ્માતોની ઘટના પણ કઈ રીતે નિયંત્રણ લાવવું એક કોયડો છે. પગપાળા ચાલનાર વ્યક્તિથી માંડી રસ્તે નીકળતો ઘરનો સભ્ય પાછો હેમખેમ ઘરે આવશે કે નહીં તે કહેવુ મુશ્કેલ છે. ક્યારેક વાહનચાલક પોતાના વાંકે તો ક્યારેક બીજાના વાંકે કે પછી તંત્રના વાંકે મોતને ભેટે છે અને પાછળ પોતાના પરિવારને કલ્પાંત કરતો છોડી જાય છે.

Also read : કચ્છમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો; 15 વર્ષમાં 885 ગીધ ઘટયા

સ્કૂલેથી નિકળેલી નિશા ઘરે પાછી ન આવી
સીમાવર્તી રાપર તાલુકાના નાની હમીરપુરમાં શાળાએથી પરત આવતી નિશા ભલા રાયજી નાયક નામની બાળકીને બોલેરો જીપકારે હડફેટમાં લેતાં બાળકીએ જીવ ખોયો હતો પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નાની હમીરપરમાં ખેતમજૂરી કરતા ફરિયાદી ભલા રાયજી નાયકની પુત્રી નિશા શાળાએ પરત આવતી હતી ત્યારે પાછળથી આવી ચઢેલી બોલેરો (નંબર જી.જે. ૧૨-બી.એક્સ.૧૧૮૯)એ આ બાળકીને કચડી નાંખતા બનાવ સ્થળે કમકમાટીભર્યું મોત નિપજતાં બોલેરો ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અકસ્માતોની અન્ય ઘટનાઓમાં પાંચના મોત
આ ઉપરાંત જિલ્લાના નાની ચીરઇ નજીક મોટરસાઈકલને કોઈ વાહને ટક્કર મારતાં અબ્દુલ જુસબ પઠાણ નામના આધેડનું મોત થયું હતું,અંજારના સાપેડા નજીક મોટરસાઈકલને અજાણી ટ્રકે હડફેટમાં લેતાં બાદર સામા ભાભોર નામના યુવકે પોતાનો જીવ ખોયો હતો તેમજ ભચાઉ નજીક દ્વિચક્રી વાહન કોઈ અજાણ્યા વાહનની ઠોકરે ચડતાં અંજારના અશોક વાઘજી કોળી નામના યુવાનનું મોત થયું હતું, જયારે બંદરીય મુંદરા તાલુકાના પત્રી ગામે ૨૪ વર્ષીય યુવાન દિવ્યરાજસિંહ રામદેવસિંહ જાડેજાએ ગળેફાંસો ખાઇને જ્યારે ભુજમાં જીવણ નરસિંહ સોલંકી નામના યુવકે એસીડ ગટગટાવીને પોતાના જીવ દીધા હતા, ડેથ રોડ તરીકે ઓળખાતા ભુજ-ખાવડા માર્ગ પર સર્જાયેલા બે અકસ્માતમાં સતાપર (તા. અંજાર)ના ૫૫ વર્ષિય રૂપાભાઇ રવાભાઇ આહીરનું મોત નિપજ્યું હતું.

જ્યારે લોરિયાથી નોખાણિયા વચ્ચે માર્ગમાં કૂતરું આડે આવતા મોટરસાઇકલ સ્લીપ થઇ જતાં જુરાના ૨૨ વર્ષીય ફૈઝલ સુલેમાન સુમરાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. ગત સાંજે જુરા ગામનો ફૈઝલ સુમરા તેનું મોટર સાઇકલ લઇને લોરિયાથી નોખાણિયા માર્ગ વચ્ચેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે રોડ વચ્ચે કૂતરું આડે આવતાં તેની મોટરસાઇકલ સ્લીપ થઇ ગઇ હતી. ઘાયલ ફૈઝલને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે ફૈઝલને મૃત ઘોષિત કર્યો હતો.

Also read : કમનસીબીઃ અંજારમાં પુત્ર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી માતાનું મોત, હત્યાનો નોંધાયો કેસ

આત્મહત્યા કરી બે જણે જીવન ટૂંકાવ્યું
કચ્છના મુંદરા તાલુકાના પત્રી ગામે રહેનારા દિવ્યરાજસિંહ રામદેવસિંહ જાડેજાએ ગત સાંજે કોઇ અગમ્ય કારણે પોતાના ઘરે ગળે સાડી વડે ફાંસો ખાઇ મોતનો માર્ગ અપનાવી લેતાં પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. અન્ય આપઘાતનો કિસ્સો ભુજમાં બન્યો હતો જેમાં અત્રેની સંજય નગરીમાં રહેનારા ૨૦ વર્ષના જીવણ નરસિંહ સોલંકી (મારવાડા)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ પી લીધો હતો. ગંભીર અવસ્થામાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેણે ગત બપોરે અંતિમ શ્વાસ લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button