તો શું હમાસ ફરી વાર ઇઝરાયલ સાથે એ જ દાવ રમશે?
તેલ અવીવ: હાલમાં હમાસ ફરી એકવાર ઈઝરાયલ સાથે નાગરિકોનો સોદો કરવા માંગે છે. આવી ઘટના 2006માં બની હતી જ્યારે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલની ચોકી પર હુમલો કર્યો હતો અને એક સૈનિકનું અપહરણ કર્યું હતું. ઇઝરાયલની સેનાએ તેને બચાવવા માટે અનેક ઓપરેશન હાથ ધર્યા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને તે સમયે હમાસે આતંકવાદીઓના બદલામાં સૈનિકની આપ-લે કરી હતી.
ત્યારે હાલમાં ઈઝરાયલ પર હુમલો કરીને 100થી વધુ નાગરિકોને બંધક બનાવનાર આતંકવાદી સંગઠન હમાસને લઈને હવે આખી દુનિયામાં અટકળો લગાવવામાં આવી રહી છે. કે હમાસ ફરી વાર એ જ રમત રમશે. હમાસના આતંકવાદીઓને ઇઝરાયલની સરહદમાં પ્રવેશવા માટે રીતસરની તાલીમ આપવામાં આવે છે. અને પછી તેઓ ત્યાંતી કોઇ પણ નાગરિક તેમાં પણ ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓને ઉપાડી લાવે છે અને પછી ઇઝરાયલ સાથે સોદો કરવાના મૂડમાં હોય તેવું લાગે છે.
આ વખતે હમાસની રણનીતિ, હુમલાની પદ્ધતિએ લોકોને ડરાવી દીધા છે. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે હમાસ જાણતું હતું કે ઇઝરાયલ આ હુમલાનો વળતો જવાબ આપશે જ અને ગાઝા પટ્ટી પર મોટો હુમલો કરશે, હમાસના આતંકવાદીઓએ હુમલો કરીને ઇઝરાયલના ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી અને ઘણા લોકોને તેમના પરિવારની સામે જ મારી નાખ્યા હતા. ઘણા બાળકોને જીવતા સળગાવી જીઝા તેમજ છોકરીઓ અને મહિલાઓને બંધક બનાવી તેમની સાથે ગાઝા લઇ જઇ તેમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે લગભગ 12 વર્ષ પહેલા એક સૈનિકના બદલામાં ઈઝરાયલે 1,000થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોને મુક્ત કર્યા હતા, જેમાં ઘણા આતંકવાદીઓ પણ સામેલ હતા. ત્યારે હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હમાસે 100 થી વધુ ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા હશે જેથી તે ઇઝરાયલ પાસે પણ તેની શરતો મનાવી શકે.