નેશનલ

Himani Murder કેસમાં નવો વળાંક, આરોપી સાથે ન હતો પ્રેમસંબધ માત્ર મિત્ર હતો ..

હરિયાણાની કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં પોલીસના નિવેદનથી સમગ્ર હત્યાકાંડની કહાની બદલાઇ ગઇ છે. જેમાં હિમાનીની હત્યા કરનારો આરોપી સાથે તેને કોઇ પ્રેમસંબધ ન હતા તે માત્ર તેનો મિત્ર જ હતો. તે હિમાનીના ઘરે આવતો હતો અને આ સમગ્ર બાબત પરિવારને પણ ખબર હતી. તેમજ પોલીસ હજુ પણ આરોપીની પૂછપરછ કરી રહી છે.

આ ઉપરાંત આરોપી સચિને જે રીતે ગુનો કર્યો તે જોઈને પોલીસને શંકા છે કે તેણે હિમાનીની હત્યા કરવાની યોજના બનાવી હતી. 27 ફેબ્રુઆરીની રાત્રે તે હિમાનીના ઘરે રોકાયો હતો. જ્યારે તે પહેલાં હિમાનીએ તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે તે કોઈ કાર્યક્રમમાં જઈ રહી છે અને જો સમય મળશે તો તે તેને ફોન કરશે.

આ પણ વાંચો: હરિયાણા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલ હત્યામાં એક આરોપીની ધરપકડ; પાર્ટીના સભ્ય પર શંકા…

સચિને પહેલાથી જ કાવતરું ઘડી કાઢ્યું હતું

પોલીસને આ બાબત પરથી શંકા ઉભી થાય છે કે સચિને પહેલાથી જ કાવતરું ઘડી કાઢ્યું હતું. હિમાનીની માતા સવિતાએ જણાવ્યું કે તે 27 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યા સુધી વિજય નગર સ્થિત ઘરે તેની પુત્રી સાથે હતી. રાત્રે જ્યારે હું દિલ્હીમાં મારા ઘરે પહોંચી ત્યારે મેં હિમાની સાથે વાત કરી. તેમણે 28 ફેબ્રુઆરીએ કાર્યક્રમ વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમાં વ્યસ્ત રહેશે.

હિમાની અને સચિન ઘરની બહાર ક્યાંય ગયા નહોતા. પોલીસને શંકા છે કે સચિને પહેલાથી જ આવું કંઈક આયોજન કર્યું હશે અને તેથી જ તેણે આ યોજના બનાવી હશે. જોકે, પોલીસે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ તેની પૂછપરછ શરૂ કરી છે અને ટૂંક સમયમાં જ આ મામલો પ્રકાશમાં આવશે.

છેલ્લા છ-સાત મહિનાથી તેના ઘરે આવતો હતો

આ દરમિયાન પોલીસ મહાનિર્દેશક કેકે રાવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હિમાનીએ સચિન પર લગ્ન માટે કોઈ દબાણ કર્યું ન હતું. આ સિવાય તેમનો કોઈ પ્રેમ સંબંધ નહોતો. તેઓ ફક્ત મિત્રો હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેના પછી હત્યા કરવામાં આવી હતી. આરોપી છેલ્લા છ-સાત મહિનાથી તેના ઘરે આવતો હતો અને ઘટનાના એક દિવસ પહેલા પણ તે હિમાનીનાં ઘરે રોકાયો હતો. જ્યારે ઘરે ફક્ત એ બે જ હતા.

આરોપીની ઓળખ સચિન ઉર્ફે ઢીલી તરીકે થઈ

આ કેસમાં કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલની હત્યાના આરોપીને પોલીસે રવિવારે રાત્રે દિલ્હીના મુંડકાથી ધરપકડ કરી હતી. હત્યાના આરોપીની ઓળખ સચિન તરીકે થઈ છે. જે ઝજ્જરના ખૈરપુર ગામનો રહેવાસી છે. સચિન પરિણીત છે અને બે બાળકનો પિતા છે. હત્યાનો આરોપી દોઢ વર્ષ પહેલા સોશિયલ મીડિયા દ્વારા હિમાનીનો મિત્ર બન્યો હતો અને છેલ્લા કેટલાક મહિનાઓથી હિમાનીના ઘરે આવતો હતો.

પૈસાની લેવડદેવડને લઈને બંને વચ્ચે હતો વિવાદ

પૈસાની લેવડદેવડને લઈને બંને વચ્ચે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે સચિનને ​​કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અધિક પોલીસ મહાનિર્દેશક કૃષ્ણ કુમાર રાવે જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીના રોજ વિજય નગરમાં હિમાની નરવાલના ઘરે પૈસાને લઈને બંને વચ્ચેનો વિવાદ વધી ગયો હતો.

હિમાનીના હાથ તેના દુપટ્ટાથી બાંધી દીધા

ત્યારે સાંજે લગભગ 5 વાગ્યે સચિને પહેલા હિમાનીના હાથ તેના દુપટ્ટાથી બાંધી દીધા અને પછી મોબાઇલ ચાર્જિંગ વાયરથી તેનું ગળું દબાવી દીધું. હિમાનીએ ખૂનીથી પોતાને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. જ્યારે હિમાનીની હત્યા બાદ સચિન લેપટોપ, ઘરેણાં અને અન્ય વસ્તુઓ લઈને હિમાનીની સ્કૂટી પર ઝજ્જરના કનોડા ગામમાં તેની મોબાઇલ રિપેર શોપ પર ગયો. તેણે પોતાનો સામાન અહીં મૂક્યો અને લગભગ ત્રણ કલાક વિતાવ્યા. પછી તે એ જ સ્કૂટર પર ફરીથી હિમાનીના ઘરે પહોંચ્યો. જ્યાં હિમાનીના લોહીથી લથપથ રજાઇનું કવર કાઢી અને અન્ય પુરાવાઓનો નાશ કર્યો હતો.

સચિને મૃતદેહને સુટકેસમાં બંધ કરી દીધો

આ પછી સચિને મૃતદેહને સુટકેસમાં બંધ કરી દીધો. જે રાત્રે 10 વાગ્યે ઓટો રિક્ષા લઈને આવ્યો. તે ઓટો રિક્ષા દ્વારા દિલ્હી બાયપાસ પહોંચ્યો અને ત્યાંથી બસમાં બેસીને સાંપલા પહોંચ્યો. સચિને સુટકેસ સાંપલા બસ સ્ટેન્ડ પાસે દિવાલ પાસે ઝાડીઓમાં ફેંકી દીધી. મૃતદેહનો નિકાલ કર્યા પછી તે તેના ઘરે પહોંચ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button