નેશનલ

કોઈને ‘મિયાં-તિયાં’ કે પાકિસ્તાની કહેવું એ ગુનો ગણાય નહીં; સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ધાર્મિક લાગણીઓ દુભાવવાના કેસને રદ કરતા મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે કોઈને ‘મિયાં-તિયાં’ કે ‘પાકિસ્તાની’ કહેવું ખોટું અને વાંધાજનક હોઈ શકે છે, પરંતુ તેને ગુનો ન ગણી શકાય. કોર્ટે 80 વર્ષના એક વૃદ્ધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસને રદ કરી દીધો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આવા નિવેદનોને અસભ્ય ગણાવ્યા પરંતુ તેને કેસ ચલાવવાની આધાર ન માન્યો.

એક મુસ્લિમ સરકારી કર્મચારી શમીમુદ્દીને ઝારખંડના બોકારોના રહેવાસી 80 વર્ષીય હરિ નારાયણ સિંહ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

આપણ વાંચો: ‘જાહેર જગ્યાઓએ સ્તનપાન માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે’ સુપ્રીમ કોર્ટેનો કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ

શમીમુદ્દીને આરોપ લગાવ્યો હતો કે નારાયણ સિંહે તેને ‘મિયાં-તિયાં’ અને ‘પાકિસ્તાની’ કહી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચવા હતી, જે અંગે તેણે કેસ નોંધાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કેસ રદ કર્યો:

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે કેસ રદ કરી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ‘કોઈને મિયાં-તિયાં કે પાકિસ્તાની કહીને તેનું અપમાન કરવું એ અસભ્ય વર્તન છે, પરંતુ તે કલમ 298 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી કંઈક કહેવું)ની શ્રેણીમાં ન આવે..

આપણ વાંચો: રણવીર અલ્હાબાદીયાને સુપ્રીમ કોર્ટે રાહત તો આપી પણ સાથે સલાહ આપતા કહ્યું કે…

શું હતો કેસ?

શમીમુદ્દીને ફરિયાદના આધારે, હરિ નારાયણ સિંહ વિરુદ્ધ કલમ 298 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી), 504 (ઇરાદાપૂર્વક અપમાન અને શાંતિનો ભંગ), 506 (ગુનાહિત કાવતરું), 353 (જાહેર સેવક સાથે ગેરવર્તણૂક) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ બાદ, પોલીસે હરિ નારાયણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જુલાઈ 2021 માં, મેજિસ્ટ્રેટે આ મામલાની નોંધ લીધી અને સમન્સ પાઠવ્યું કર્યું.

આ પછી, હરિ નારાયણ સિંહે એડિશનલ સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ તેને કોઈ રાહત મળી નહીં. ત્યારબાદ તેણે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી. ત્યાંથી પણ રાહત ન મળતાં તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સમગ્ર કેસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે હરિ નારાયણ સિંહે રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી ખોટી હતી પરંતુ તેને ફોજદારી કેસ ચલાવી શકાય નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button