IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને આ નિર્ણય કર્યો, રોહિત સતત 11મી વાર ટોસ હાર્યો

દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ આજે મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડીયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એક વાર ટોસ હાર્યો છે, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ભારતીય ટીમ પહેલા બોલિંગ કરશે. ભારતીય ટીમે સતત 14મી મેચમાં ટોસ હાર્યો છે.
આ પણ વાંચો…ICC ભારતીય ટીમની તરફેણ કરી, અન્ય ટીમો સાથે અન્યાય કરી રહી છે? આ દિગ્ગજ ખેલાડી એ ઉઠાવ્યા સવાલ
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે લગભગ 16 મહિના પછી ODI મેચ રમાઈ રહી છે. 2023 ના ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આ મેચ હાઈ-વોલ્ટેજ રહેશે તેવી શકયતા છે.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન:
કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાશીસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, તનવીર સંઘા.
ભારતની પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.