યંગ ગર્લ સાથે ચેટિંગના વાયરલ થયેલા સ્ક્રીનશૉટ્સ મામલે આર. માધવને આપ્યો આવો ખુલાસો

બોલીવૂડ અને સાઉથની ફિલ્મોમાં સુંદર અભિનય માટે જાણીતા અભિનેતા આર. માધવનનો એક સ્ક્રીનશૉટ હમણા વાયરલ થયો હતો. આ સ્ક્રીનશૉટ બાદ 54 વર્ષનો માધવન યુવાન છોકરીઓ સાથે ફ્લર્ટ કરે છે તેવી તેની ટીકા થતી હતી.
આ બાબતે માધવને તાજેતરમાં એક લેક્ચરમાં ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા પર ચર્ચાતા ખોટા મુદ્દા પરના એક લેક્ચરમાં તેણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ વાત કહી તેણે તેની ટીકા કરતા તમામને જવાબ પણ આપી દીધો હતો.
માધવને કહ્યું કે મારી એક યંગ ફેન હશે અને તેણે મારો નંબર મેળવ્યો અને મને મેસેજ કર્યો. વૉટ્સ એપ પર મને મેસેજ કરી મારા અને મારી ફિલ્મના ખૂબ વખાણ કર્યા અને મને હાર્ટ અને કિસના ઈમોજી મોકલ્યા. તેનો મેસેજ ખૂબ જ સરસ હતો એટલે મને થયું કે મારે તેનો જવાબ આપ્યો જોઈએ એટલે મેં પણ તેને ઈમોજી મોકલ્યા અને તેનો જવાબ આપ્યો. તેણે આ સ્ક્રીન શોટ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને બસ લોકોએ શરૂ કરી દીધું. લોકોએ અમારી ચેટ ન વાંચી માત્ર કિસિંગ ઈમોજી જોઈને પોતાની વાર્તા બનાવી લીધી. માધવને એમ પણ કહ્યું કે ક્યારેક મેસેજ કરતા ડર લાગે છે કારણ કે તમે લખેલું કોઈ કઈ રીતે વાંચશે, તે કહી શકાય તેમ નથી.
આ પણ વાંચો…ટેકનોલોજીનો આ છે કરિશ્માઃ મહિલાએ માન્યો બ્લિંકિટનો આભાર કારણ કે…
માધવનની આ વાત લોકો કેટલી ગળે ઉતરશે કે કેમ તે અલગ વાત છે, પરંતુ ઘણા સેલિબ્રિટીઝ આ રીતે સોશિયીલ મીડિયાને લીધે વિવાદોમાં ફસાયા છે અને તેમની પ્રાઈવસી રહી નથી તેવી ફરિયાદો પણ કરે છે.