ટેકનોલોજીનો આ છે કરિશ્માઃ મહિલાએ માન્યો બ્લિંકિટનો આભાર કારણ કે…

નવી દિલ્હી: ક્વિક કોમર્સ સેગમેન્ટની મોટી કંપનીઓમાંની એક, બ્લિંકિટે તાજેતરમાં ગુરુગ્રામમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. આ સેવાનો હેતુ દર્દીને શક્ય તેટલી વહેલી તકે એમ્બ્યુલન્સ પહોંચાડવાનો છે. તાજેતરમાં, બ્લિંકિટની આ સેવાની મદદથી, દર્દીને સમયસર હોસ્પિટલમાં લઈ જઈ શકાયું, જેનાથી ડોકટરોને તેનો જીવ બચાવવામાં મદદ મળી હોવાનો એક મહિલાએ દાવો કર્યો છે.
આ પણ વાંચો…શ્રદ્ધાળુઓ માટે ખુશખબર; અયોધ્યામાં રામ મંદિરમાં દર્શનનો સમય વધારાયો
બ્લિંકિટની એમ્બ્યુલન્સ સેવાએ દાદાનો જીવ બચાવ્યો
સોશિયલ મીડિયા પર ગુરુગ્રામની એક મહિલાએ દાવો કર્યો હતો કે ક્વિક કોમર્સ એપ બ્લિંકિટની 10 મિનિટની એમ્બ્યુલન્સ સેવાએ તેના દાદાનો જીવ બચાવ્યો હતો. બ્લિંકિટે જાન્યુઆરીમાં ગુરુગ્રામમાં તબીબી સહાય માટે ક્વિક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. લિંક્ડઇન પરની એક પોસ્ટમાં, કોમલ કટારિયાએ આ સેવાની પ્રશંસા કરતા કહ્યું કે તેનાથી તેમના દાદાને તાત્કાલિક સારવાર મળી. “જ્યારે દરેક સેકન્ડ મહત્વની ગણાય છે, ત્યારે બ્લિંકિટ એમ્બ્યુલન્સ મદદરૂપ થાય છે,”
શું કહ્યું પોસ્ટમાં?
તેમણે પોસ્ટમાં કહ્યું, “મારા દાદાને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હતી અને અમે બ્લિંકિટ એમ્બ્યુલન્સ બોલાવી હતી. મને એવુ લાગતું હતું હંમેશાની જેમ લાંબી રાહ જોવી પડશે, અસ્તવ્યસ્ત ભીડ અને અસ્પષ્ટ પ્રક્રિયાઓની અપેક્ષા હતી. પરંતુ આગળ જે બન્યું તેનાથી મને આશ્ચર્ય થયું. એમ્બ્યુલન્સ થોડી મિનિટોમાં આવી ગઈ – મેં જોયેલી કોઈપણ અગાઉની સેવા કરતાં ઘણી ઝડપી હતી. પેરામેડિક્સ અને સ્ટાફ ઘણો અનુભવી હતો. સ્થળ પર બીપી, સુગર, ઓક્સિજન સ્તરની તપાસ કરીએ હોસ્પિટલ પહોંચીએ પહેલા જ હાલતને સ્થિર કરી દીધી હતી.
આ પણ વાંચો…‘જાહેર જગ્યાઓએ સ્તનપાન માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે’ સુપ્રીમ કોર્ટેનો કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ
દીપિન્દર ગોયલે વ્યક્ત કરી ખુશી
આ પોસ્ટે તરત જ ધ્યાન ખેંચ્યું અને ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે સેવાથી તેમને મદદ મળી તે બાબતથી ખુશી છે. તેમણે કહ્યું, “મને ખૂબ આનંદ છે કે અમે તેમને મદદ કરી શક્યા. તમારા દાદા ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા.” ગુડગાંવમાં બ્લિંકિટે તેની 10-મિનિટની એમ્બ્યુલન્સ 24/7 સેવા તરીકે શરૂ કરી છે. જે અત્યાધુનિક તબીબી સાધનોથી સજ્જ છે અને પ્રશિક્ષિત પેરામેડિક્સ દ્વારા સંચાલિત છે.