ટોપ ન્યૂઝશેર બજાર

ખુલતાની સાથે જ શેર બજારમાં મોટું ગાબડું, આ સેક્ટોરલ ઇન્ડેક્સમાં ધરખમ ઘટાડો

મુંબઈ: ગઈ કાલે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભરતીય શેર બજાર (Indian Stock Market)ની શરૂઆત ઉછાળા થઇ હતી ત્યાર બાદ માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ અટક્યો નથી. આજે મંગળવારે બજાર રેડ સિગ્નલમાં ખુલ્યું, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ SENSEX 268 પોઈન્ટના ઘટાડા સાથે 72,817 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ NIFTY 144 પોઈન્ટના ઘટાડા સાથે 21,974 ના સ્તર પર ખુલ્યો.

શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં અને 3 શેર ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં. નિફ્ટીના 50 શેરોમાંથી 2 શેર ગ્રીન ઝોનમાં અને 48 શેર રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા હતાં.

આ શેરોમાં વધારો:
નિફ્ટી પેકમાં સૌથી વધુ HCL ટેકમાં 2.60 ટકાનો ઘટાડો નોંધાયો. આ ઉપરાંત ટેક મહિન્દ્રામાં 2.50 ટકા, ONGCમાં 2.43 ટકા, નેસ્લે ઇન્ડિયામાં 2.03 ટકા અને વિપ્રોમાં 1.89 ટકા ઘટાડો નોંધાયો.

બીજી તરફ SBI માં 1.63 ટકા, BEL માં 0.95 ટકા, ICICI બેંક માં 0.64 ટકા, HDFC બેંક માં 0.34 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ માં 0.13 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી સેક્ટોરલ ઇન્ડેક્સની સ્થિતિ:
આજે શરૂઆતમાં મોટાભાગના સેક્ટોરલ રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં. નિફ્ટી આઈટીમાં સૌથી વધુ ઘટાડો 2.12 ટકાનો નોંધાયો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો 1.06 ટકા, નિફ્ટી FMCG 0.82 ટકા, નિફ્ટી મીડિયા 0.61 ટકા, નિફ્ટી મેટલ 0.73 ટકા, નિફ્ટી ફાર્મા 0.81 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.15 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.99 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.86 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.72 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 1.10 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 1.21 ટકા અને નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમ 1.90 ટકા ઘટ્યા હતા.

આ ઉપરાંત, નિફ્ટી પીએસયુ બેંક 0.13 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.07 ટકા અને નિફ્ટી બેંક 0.04 ટકાનો વધારો નોંધાયો.

એશિયન બજારોમાં વલણ:
ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડા પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ વોલ સ્ટ્રીટમાં રાતોરાત થયેલા ઘટાડાને પગલે મંગળવારે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.03 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.61 ટકા ઘટ્યો, દક્ષિણ કોરિયાના કોસ્પી 0.41 ટકા અને કોસ્ડેક 1.43 ટકા ઘટ્યા હતા.

આ પણ વાંચો…શ્રદ્ધાળુઓ માટે ખુશખબર; અયોધ્યામાં રામ મંદિરમાં દર્શનનો સમય વધારાયો

ગઈ કાલે ઘટાડા સાથે બંધ થયું બજાર:
ભારતીય શેરબજાર ગઈ કાલે સોમવારે ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટીને 73,085 પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે 5.40 પોઈન્ટના ઘટાડા સાથે 22,119 પર બંધ થયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button