IND vs AUS: આજના સેમિફાઇનલમાં કેવી રહેશે પિચ? વાંચો વેધર રીપોર્ટ અને હેડ-ટુ-હેડ રેકોર્ડ

દુબઈ: ICC Champions Trophy 2025 ની પહેલી સેમિફાઇનલ આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (IND vs AUS Semi final) રમાશે. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં રમેલી તમામ ત્રણ મેચ જીતી છે. પરંતુ હવે ભરતીય ટીમ સામે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ હશે, જેને હરાવવી બિલકુલ સરળ નહીં હોય.
રેકોર્ડ પર નજર કરીએ તો ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2011ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમને નોકઆઉટ મેચમાં હરાવ્યું હતું. આ પછી, ઓસ્ટ્રેલિયા સામે રમાયેલા 3 નોકઆઉટ મેચમાં ભરતીય ટીમની હાર થઇ હતી. પરંતુ ભારત માટે ફાયદો એ છે કે હાઇબ્રિડ મોડેલ અંતર્ગત ભારત તેની બધી મેચો દુબઈમાં રમી રહ્યું છે, રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમનો અહીં દબદબો જોવા મળ્યો છે.
દુબઈ પિચ રિપોર્ટ:
ODI મેચોમાં દુબઈની પિચ ધીમી રહી છે, તેથી રન બનાવવા મુશ્કેલ છે. બોલ બેટ પર સરળતાથી આવતો નથી. આવી સ્થિતિમાં, આજે મોટા સ્કોરની આશા ઓછી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ એ જ પીચ પર રમાશે જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ હતી.
દુબઈમાં 270 થી વધુના સ્કોર ચેઝ કરવો મુશ્કેલ છે. સામાન્ય અહીં ટોસ જીતનાર ખેલાડી રન ચેઝ કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, દુબઈમાં ટોસ જીતનાર ટીમ પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કરશે. ભારત છેલ્લી 13 વનડે મેચોમાં ટોસ હારી હર્યું છે. આજે કેપ્ટન રોહિત ટોસ જીતે એવી આશા છે.
Also read: Video: ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર મેડલ ખોવાઈ ગયો; આ ખેલાડી ચોર નીકળ્યો
સ્પિનર્સનો દબદબો:
આ ટુર્નામેન્ટમાં દુબઈમાં રમાયેલી છેલ્લી 3 મેચોમાં સ્પિનર્સનો દબદબો રહ્યો છે. સ્પિનરો મિડલ ઓવર્સમાં મેચ પર પકડ બનાવી શકે છે. રન ચેઝ કરી રેહેલી ટીમ માટે સ્થિતિ સારી બની શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી લીગ મેચમાં ભારતીય સ્પિનરોએ અહીં 9 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતે દુબઈમાં અત્યાર સુધી રમેલી ત્રણ મેચોમાં પહેલી ઇનિંગમાં સ્પિનર્સની એવરેજ 42.22 રહી છે. સ્પિનર્સે પ્રતિ ઓવર 4.81 રન આપ્યા છે. જ્યારે બીજી ઇનિંગમાં સ્પિનર્સની એવરેજ 24.76 રહી છે. આવી સ્થિતિમાં, આજે સેમિફાઇનલમાં પણ સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળી શકે છે.
દુબઈનો વેધર રીપોર્ટ:
હવામાન અહેવાલ મુજબ, ભારત અને ઓસ્ટ્રેલિયાની સેમિફાઇનલ મેચમાં વરસાદના પડવાની કોઈ શક્યતા નથી. દિવસભર સૂર્ય ખીલેલો રહેશે. દિવસનું તાપમાન 29 ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે.
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રેકોર્ડ્સ:
મેચ- 61
પ્રથમ બેટિંગ કરતી વખતે જીતેલી મેચ – 23
રન ચેઝ કરતી વખતે જીતેલા મેચ – 36
રન ચેઝમાં સૌથી વધુ સ્કોર – 287/8
પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર – 229
IND vs AUS હેડ-ટુ-હેડ રેકોર્ડ:
ભારત અને ઓસ્ટ્રેલિયાનાએ એકબીજા સામે કુલ 151 ODI મેચ રમી છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 84 મેચ જીતી છે, જ્યારે ભારતે 57 મેચ જીતી છે. 10 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. જોકે, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને બે વાર હરાવ્યું છે. ભારતે 1998માં ઢાકામાં ઓસ્ટ્રેલિયાને 44 રનથી અને 2000માં નૈરોબીમાં 20 રનથી હરાવ્યું હતું.