PM Modi એ અમીર ખુસરોની પ્રશંસા કરી એક તીરથી ચાર નિશાન તાક્યા, જાણો વિગતે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi)નવી દિલ્હીમાં શુક્રવારે જહાં-એ-ખુસરો ના 25મા સંસ્કરણમાં હાજરી આપી હતી. મોદીએ અહીં સૂફી પરંપરા અને 13મી સદીના સૂફી સંગીતકાર અને લેખક અમીર ખુસરોની પ્રશંસા કરીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા.
અનેક ગર્ભિત સંદેશાઓ
આ પૂર્વે પણ પીએમ મોદીએ સૂફી સંતોના વખાણ કરતા રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે સૂફી સંતોનો સંપર્ક કર્યો હતો. વર્ષ 2016ના વર્લ્ડ સુફી ફોરમમાં મોદીએ વૈશ્વિક હિંસા વચ્ચે સૂફીવાદની પ્રશંસા કરી હતી.
આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…
તેની બાદ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ફક્ત ઉત્તર પ્રદેશમાં જ 10,000 સૂફી દરગાહોના નેતાઓ સાથે જોડાવા માટે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં સૂફી સંવાદ શરૂ કર્યો હતો. જોકે, હાલમાં પીએમ મોદીની સૂફી લેખક અમીર ખુસરોની પ્રશંસા કરવા પાછળ અનેક ગર્ભિત સંદેશાઓ પણ રહેલા છે.
કટ્ટરવાદી મુસ્લિમોને ગર્ભિત સંદેશ આપ્યો
જેમાં આપણે જોઇએ તો અમીર ખુસરોની સ્મૃતિમાં ઉજવાઈ રહેલા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સૂફીવાદને ભારતનો બહુલવાદી વારસો ગણાવ્યો. તેમણે કહ્યું કે સૂફી સંતો કુરાનમાંથી શ્લોકોનું પઠન કરતા હતા અને વેદ પણ સાંભળતા હતા.
સૂફી સાંસ્કૃતિક કાર્યક્રમમાં પીએમ મોદીના ભાષણને ભાજપ દ્વારા સૂફી પરંપરા સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચવાના સતત પ્રયાસોના ભાગ રૂપે જોવું જોઈએ. ભાજપ લઘુમતી મોરચા 2022 એ દેશભરના સૂફી સ્થળો સાથે સંકળાયેલા 14 હજાર લોકોને એકત્ર કર્યા હતા.
આપણ વાંચો: નવા મુખ્ય ચૂંટણી કમિશનર સંદર્ભે PM ઓફિસમાં બેઠક; નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી રહ્યા હાજર
કટ્ટરવાદી મુસ્લિમોને સૂફીવાદ પસંદ નથી
જ્યારે બીજી તરફ કટ્ટરવાદી મુસ્લિમોને સૂફીવાદ પસંદ નથી. આ જ કારણ છે કે પાકિસ્તાનમાં સૂફી સંતોની કબરો પર આતંકવાદી હુમલાઓ થયા છે. એક અહેવાલમાં, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રોફેસર અસમાર બેગે પીએમ મોદીની આ પહેલને ભાગલા પાડો અને રાજ કરોની રણનીતિ ગણાવી છે. તેમનું કહેવું છે કે આવી રણનીતિ સૂફી-સંબંધિત બરેલવીઓ અને દેવબંદીઓ વચ્ચેના તણાવનો લાભ ઉઠાવે છે.
પાર્ટીના કટ્ટરપંથી તત્વોને સંદેશ આપવાનો પ્રયાસ
જ્યારે બીજી તરફ ભાજપમાં એક ખૂબ મોટો વર્ગ છે જે ફક્ત હિન્દુ રાષ્ટ્રની વાત જ નથી કરતો પણ મુસ્લિમો સાથે કોઈપણ બાબતમાં સહયોગ પણ ઇચ્છતો નથી. જયારે હાલમાં મધ્યપ્રદેશના કેટલાક હિન્દુ સંગઠનોએ મુસ્લિમ દુકાનદારો પાસેથી હોળીની ખરીદી ન કરવાની અપીલ કરી છે.
આપણ વાંચો: અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે…
આ લોકોને શાંત કરવા માટે આરએસએસ વડા મોહન ભાગવતે ઘણી વાર કહ્યું છે કે દરેક મસ્જિદની અંદર મંદિર શોધવા પર પ્રતિબંધ હોવો જોઈએ. ભાજપ સતત સમાવેશી વિકાસ પર ભાર મૂકી રહી છે.
આ જ ક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ક્રિસમસ પર એક ચર્ચની મુલાકાત લીધી હતી. ત્યારે સ્વાભાવિક છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફમાં ચાદર મોકલીને અને અમીર ખુસરોને લગતા સમારોહમાં ભાગ લઈને પોતાની પાર્ટીના કટ્ટરપંથી તત્વોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
પીએમ મોદીનો વૈશ્વિક છબીમાં સર્વધર્મ સમભાવને સ્થાન આપવાનો પ્રયાસ
જ્યારે પીએમ મોદીએ સૂફી સંતોની પ્રશંસા કરીને ” સૌનો સાથ સૌનો વિકાસ ” ની વાતને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં હાલ દેશમાં હિંદુઓની સાથે સાથે મુસ્લિમોની પણ વસ્તી છે.
તેમજ વિશ્વના અનેક મુસ્લિમ દેશો ભારતના સારા મિત્ર પણ છે. તેની પીએમ મોદી પોતાની વૈશ્વિક છબીમાં સર્વધર્મ સમભાવને સ્થાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ દેશના નાગરિકો પણ ભેદભાવયુક્ત સરકાર ઈચ્છે છે.
આપણ વાંચો: રાહુલ ગાંધીએ કેજરીવાલને લીધા આડેહાથ; “નરેન્દ્ર મોદીથી ધ્રુજી ઉઠે છે કેજરીવાલ:’ AAPનો વળતો પ્રહાર
બિહાર અને બંગાળની ચૂંટણી મહત્વનું ફેક્ટર
આ ઉપરાંત પીએમ મોદીના સૂફી સંતોના વખાણ કરવા પાછળનું મહત્વનું ફેક્ટર બિહાર અને બંગાળની ચૂંટણી છે. જેમાં બિહારમાં લગભગ 18 ટકા મુસ્લિમ વસ્તી છે અને બંગાળમાં લગભગ 28 ટકા મુસ્લિમ વસ્તી છે.
સૌથી મોટી વાત એ છે કે આ બંને રાજ્યોમાં મુસ્લિમો રાજકીય રીતે ખૂબ જ જાગૃત છે. સ્વાભાવિક છે કે તેમના સમર્થન વિના આ રાજ્યોમાં સરકાર બનાવવી મુશ્કેલ છે. જોકે, ભાજપ સૂફીવાદ વિશે સારા શબ્દો બોલીને મુસ્લિમોનું સમર્થન મેળવી શકતું નથી. પરંતુ તે ચોક્કસપણે વિરોધ ઘટાડી શકે છે.
બિહારમાં જ્યાં નીતિશ કુમારની બિનસાંપ્રદાયિક છબી મુસ્લિમ મતદારોને આકર્ષે છે. ત્યારે આવી પહેલ ચોક્કસપણે કામ કરશે. બિહારમાં સરકાર પહેલેથી જ ઐતિહાસિક દરગાહોના સૂફી સર્કિટને પ્રોત્સાહન આપી રહી છે. ભાજપને આશા છે કે બંગાળમાં પણ સૂફી જોડાણ ચોક્કસપણે મમતા બેનર્જીના વર્ચસ્વને ઘટાડી શકશે.