Aadhar Cardને લઈને આવ્યું મહત્ત્વનું અપડેટ, હવેથી…

ભારતમાં રહેતાં નાગરિકો માટે આધાર કાર્ડ (Aadhaar Card)એ ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે અને હવે આ આધાર કાર્ડને લઈને જ મહત્ત્વની માહિતી સામે આવી છે. સરકાર દ્વારા આધાર કાર્ડ માટે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. સરકારે જે પોર્ટલ લોન્ચ કર્યું છે એનું નામ આધાર ગુડ ગર્વનન્સ પોર્ટલ છે. ચાલો જોઈએ આ નવા પોર્ટલને કારણે નાગરિકોને શું ફાયદો થશે એ વિશે જાણીએ-
મળતી માહિતી મુજબ સરકાર દ્વારા આધાર કાર્ડ માટે લોન્ચ કરવામાં આવેલા નવા પોર્ટલ આધાર ગુડ ગર્વનન્સ પોર્ટલને કારણે આધારા કાર્ડની ઓથેન્ટિફિકેશનની પ્રોસેસ વધારે સરળ બનશે. આ પોર્ટલને પહેલાં સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઇ રહ્યો ને! આવી રીતે જાણો
મંત્રાલયના જણાવ્યા અનુસાર આધાર કાર્ડનું આ નવું પોર્ટલ આધારને વધારે યુઝર ફ્રેન્ડલી બનાવશે અને આધાર સાથે જોડાયેલી સુવિધાઓ સુધી પહોંચવું પણ સરળ બનશે. યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમારના જણાવ્યા અનુસાર આધાર દુનિયાનું સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી બની ચૂક્યું છે.
આ પણ વાંચો: Assam સરકારનો ઘૂસણખોરી રોકવા મોટો નિર્ણય, આધાર કાર્ડ બનાવવા NRC નંબર ફરજિયાત
છેલ્લાં એક દાયકામાં આશરે 100 અબજથી વધુ વખત આધાર દ્વારા ઓથેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. આધાર ગુડ ગર્વનન્સ પોર્ટલ એક રિસોર્સ ગાઈડ તરીકે લોકોની મદદ કરશે છે.
છે ને એકદમ કામની માહિતી? તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસ અભિવૃદ્ધિ કરજો હં ને? આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે…