Video: ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર મેડલ ખોવાઈ ગયો; આ ખેલાડી ચોર નીકળ્યો

દુબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન (ICC Champions Trophy 2025) કરી રહી છે. ગઈ કાલે ન્યુઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અજય (IND vs NZ) રહી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઓછા રન બનાવ્યા હતાં, પરંતુ સ્પિન બોલરોએ શાનદાર પ્રદર્શન કરી મેચમાં ટીમને જીત અપાવી. મેચ બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનો એક વિડીયો BCCIએ શેર (Team Indian Dresssing room) કયો છે, જેમાં ખેલાડીઓ હસી મજાક કરી રહ્યા છે.
આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાના બૅટર્સને અંકુશમાં રાખીને કિવીઓએ મેળવ્યો 250નો સાધારણ લક્ષ્યાંક…
મેડલ ગાયબ થઇ ગયો:
ગઈ કાલે મેચ પછી બધા ખેલાડીઓ ડ્રેસિંગ રૂમાં એકઠા થયા. મેચ દરમિયાન સૌથી સારી ફિલ્ડીંગ કરનાર ખેલાડીને બેસ્ટ ફિલ્ડરનો મેડલ આપવાની સેરેમની યોજાઈ. ફિલ્ડિંગ કોચ ટી દિલીપે અક્ષર પટેલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરને નોમીનેટ કર્યા. જોકે, વિજેતાની જાહેરાત થાય તે પહેલાં, ખબર પડી કે બેસ્ટ ફિલ્ડિંગ મેડલ ગાયબ થઈ ગયો છે.
ટી દિલીપે જણાવ્યું કે ટ્રેનીંગ આસિસ્ટન્ટ નુવાન વિજેતાનું નામ જાહેર કરશે. પરંતુ એ પહેલાં જ મેડલ ખોવાઈ ગયો. ડ્રેસિંગ રૂમમાં મેડલની શોધ શરૂ થઈ ગઈ. બધા મેડલ શોધવા લાગ્યા. મોહમ્મદ શમી અને અક્ષર પટેલની તલાસી લેવામાં આવી, પણ મેડલ મળ્યો નહીં. વિરાટ કોહલી પણ મેડલ વિશે બધાને પૂછતો જોવા મળ્યો. ટીમનો સપોર્ટ સ્ટાફ પણ મેડલ શોધવા લાગ્યો.
આ ખેલાડી ચોર નીકળ્યો:
આખરે શ્રેષ્ઠ ફિલ્ડિંગ મેડલ અક્ષર પટેલ પાસેથી મળ્યો. આ પછી બધા હસવા લાગ્યા. નુવાને વિજેતા વિરાટ કોહલીને મેડલ પહેરાવ્યો. વિરાટ કોહલી હસતો જોવા મળ્યો, તેને નુવાન સાથે હાથ મિલાવ્યા અને પછી તેને ગળે લગાવ્યો. ત્યાર બાદ વિરાટ મેડલ હવામાં લહેરાવતો જોવા મળ્યો. ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ખૂબ જ ખુશનુમા દેખાતું હતું.
બેસ્ટ ફિલ્ડર મેડલની પરંપરા:
ટીમ ઈન્ડિયામાં છેલ્લા કેટલાક સમયથી બેસ્ટ ફિલ્ડર મેડલ આપવાની પરંપરા શરૂ થઈ છે. મેચ પછી ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ બેસ્ટ ફિલ્ડર મેડલ આપે છે. આ મેડલ એ ખેલાડીને આપવામાં આવે છે જેણે મેચમાં બેસ્ટ ફિલ્ડિંગ કરી હોય.
ન્યુઝીલેન્ડ સામે જીત:
ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી લીગ મેચમાં ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવીને ભારત ગ્રુપ Aમાં ટોચના સ્થાન પર રહી. ભારતે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે 249 રન બનાવ્યા હતાં, ન્યુઝીલેન્ડ 205 રનમાં ઓલઆઉટ થઇ ગયું.