Amitabh Bachchanએ ટીમ ઈન્ડિયાની જિત પર આપ્યું એવું રિએક્શન કે…

રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયા વર્સીસ ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની રમાયેલી મેચ ખૂબ જ રસાકસીથી ભરપૂર રહી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 44 રનથી ન્યુઝીલેન્ડને પરાજિત કરીને શાનદાર જિત હાંસિલ કરી હતી. આ રોમાંચક મેચમાં જિત હાંસિલ કરવા બદ્દલ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ આપેલું રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ડે ટુ ડે લાઈફના નાના મોટા અપડેટ્સ તેઓ ફેન્સ સાથે શેર કરતાં રહે છે. બિગ બીએ ગઈકાલ ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામેની શાનદાર જિત માટે શુભેચ્છા પાઠવી હતી. પોતાના બ્લોગમાં બિગ બીએ જણાવ્યું હતું કે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયાએ 249 રન બનાવ્યા હતા જ્યાં 45.3 ઓવરમાં 205 રન પર ન્યુઝીલેન્ડની ટીમ આઉટ થઈ ગઈ હતી. બિગ બીએ એવું પણ જણાવ્યું હતું કે તેમણે ટીવી પણ બંધ કરી દીધું હતું, કારણ કે તેમને એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા હારી જશે…
બિગ બીનું આ બ્લોગ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. બ્લોગમાં બિગ બીએ આગળ એવું પણ લખ્યું હતું કે આપણે ન્યુઝીલેન્ડ સામે જિતી ગયા… કમાલ છે… વચ્ચે મને લાગ્યું કે આપણે હારી રહ્યા છીએ એટલે મેં ટીવી બંધ કરી દીધું. થોડીક મીટિંગ એટેન્ડ કરીને પાછો આવ્યો અને જોયું તો બુમ… આપણે જિતી ગયા… ટીમ ઈન્ડિયાને શુભેચ્છા… શું ગેમ હતી…
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે દુબઈ ઈન્ટરનેશન સ્ટેડિયમમાં ગ્રુપ એની છેલ્લાં મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવી હતી. આનો અર્થ એવો થાય છે કે ટીમ ઈન્ડિયા ગ્રુપ એમાં ટોપ પર છે. હવે મંગળવારે દુબઈમાં પહેલી સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે રમશે.
આ પણ વાંચો…આકાશ અંબાણી સાથે નાઈટ આઉટ માટે શ્લોકા મહેતાએ પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ છેલ્લે ફિલ્મ કલ્કી એડી 2898માં જોવા મળ્યા હતા, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
