નેશનલ
રણવીર અલ્હાબાદીયાને સુપ્રીમ કોર્ટે રાહત તો આપી પણ સાથે સલાહ આપતા કહ્યું કે…

નવી દિલ્હીઃ સ્ટેન્ડ અપ કૉમેડિયન અને પૉડકાસ્ટર રણવીર અલ્હાબાદીયાને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. કોર્ટે તેને શૉ પબ્લિશ કરવાની પરવાનગી આપી છે. સમય રૈનાના પ્રોગ્રામ India’s Got Latentમાં રણવીરે કરેલા અશ્લીલ નિવેદન બાદ ભારે ઉહાપોહ મચ્યો હતો. કોર્ટે India’s Got Latentના શૉનું પ્રસારણ બંધ કર્યું છે. રણવીરે કોર્ટ સામે અપીલ કરી હતી તેને થોડી રાહત આપવામાં આવે.
Also read : ડરી ગયો છું પણ ભાગ્યો નથી, જાનથી મારવાની ધમકી મળી રહી છે… રણવીર અલાહબાદિયા
હવે કોર્ટે તેને The Ranveer Show ટેલિકાસ્ટ કરવાની પરવાનગી આપી છે. જોકે કોર્ટે ખાસ સલાહ આપી હતી કે તે મર્યાદામાં રહી શૉ હોસ્ટ કરે.
રણવીરના વકીલે કોર્ટને અપીલ કરી હતી કે રણવીરની આ રોજીરોટી છે અને તેની સાથે 280 કર્મચારીઓ જોડાયેલા છે. કોર્ટે રણવીરના શૉ પરનો પ્રતિબંધ ઉઠાવ્યો છે.