મનોરંજન

એવોર્ડ સેરેમનીમાં ડાર્ક ચશ્મા પહેરવાને કારણે રણબીર થયો ટ્રોલ

અભિનેત્રી આલિયા ભટ્ટે ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી માટે નેશનલ એવોર્ડ જીતીને પોતાનું અને ભટ્ટ તથા કપૂર ખાનદાનનું નામ રોશન કરી દીધું છે, તેથી જ કદાચ આ ખાસ દિવસે આલિયા સાથે તેના પતિ રણબીર કપૂર પણ જોવા મળ્યા હતા. આ ખાસ દિવસે રણબીરે પત્નીનો સાથ આપ્યો હતો અને આ સ્પેશ્યલ મોમેન્ટને પોતાના ફોનમાં પણ કેદ કરી હતી. જોકે, તેમ છતા લોકોએ રણબીર પર નિશાન સાધ્યું છે અને તેને ટ્રોલ કર્યો છે.

આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ માટે દિલ્હી પહોંચી હતી, જ્યાં તેના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમય દરમિયાન, તે તેના લગ્નની ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળી હતી. તેણે ગજરાથી તેના વાળ બાંધ્યા હતા અને તેના ગળામાં એક સુંદર નેકલેસ પહેર્યો હતો.


રણબીરના લુકની વાત કરીએ તો તે બ્લેક સૂટમાં ખૂબ જ સુંદર લાગતો હતો. સૂટ તો ઠીક છે પણ લોકો સમજી શક્યા નહોતા કે શા માટે તેણે તેની આંખો પરથી બ્લેક ચશ્મા હટાવ્યા નથી. આ જ કારણસર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે અભિનેતા પર કટાક્ષ કર્યો અને પૂછ્યું – “RKને શું અંદર તડકો લાગી રહ્યો છે?” તો વળી બીજાએ કહ્યું હતું કે – લાગે છે કે તેને આંખનો ફ્લૂ થઇ ગયો છે.


આ ઉપરાંત તેનો ઓર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અભિનેત્રી વહીદા રહેમાનને લઈને મીડિયા સાથે ઝઘડો કરતો જોવા મળી રહ્યો છે. સમારોહ સ્થળે ભીડ વધી જવાને કારણે અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો, આવી સ્થિતિમાં ત્યાં બેઠેલા દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન થોડા નર્વસ થઈ ગયા હતા, તેમને નર્વસ થતા જોઈને રણબીર ગુસ્સાથી પોતાની સીટ પરથી ઉભો થઈ ગયો હતો. અને પાપારાઝીને થોડી સાવચેતી રાખવા કહ્યું હતું. આ વીડિયો જોઇને લોકોએ રણબીરના વખાણ કર્યા હતા અને કહ્યું હતું- તે એ જ કરી રહ્યો છે જે તેના પિતા ઋષિ કપૂર કરતા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button