નેશનલ

હું સીએમ પદ છોડવા તૈયાર છું પણ પદ મને છોડતું નથી, ગહેલોતનું બેવડું નિવેદન…

જયપુર: રાજસ્થાનમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષો પોતપોતાની રીતે મચી પડ્યા છે. રાજસ્થાનમાં તમામ પાર્ટીઓ પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આ બધા વચ્ચે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે સીએમ પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હું સીએમની ખુરશી છોડવા તૈયાર છું પરંતુ સીએમ પદની જવાબદારી મને છોડશે નહી.

અશોક ગહેલોત સચિન પાયલટને પોતાનો સપોર્ટ હોવાનું જણાવી રહ્યા પહા તે દરમિયાન તેમને પૂછવમાં આવ્યું કે શું તેઓ ચોથી વખત મુખ્ય પ્રધાન બનશે તો તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધીએ મને પહેલીવાર મુખ્ય પ્રધાન બનાવ્યો હતો. અમારી પાર્ટીમાં હાઈકમાન્ડ હોદ્દા અને જવાબદારીઓ નક્કી કરે છે. હું પોતે મુખ્ય પ્રધાનનું પદ છોડવા માંગુ છું પરંતુ આ પદ મને છોડતું નથી.

સીએમ અશોક ગેહલોતે પણ આગામી ચૂંટણીમાં ટિકિટની વહેંચણી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી પાસે ઉમેદવારનો વિકલ્પ હશે તો જ અમે કોઈની ટિકિટ બદલીશું. રાજસ્થાનમાં ચાલી રહેલા હાલના રાજકીય ઉથલ પાથલનો ઉલ્લેખ કરતા અશોક ગેહલોતે કહ્યું હતું કે વિપક્ષે મારી સામાન્ય વાતને મુદ્દો બનાવ્યો છે, હું માત્ર એટલું જ કહેવા માંગતો હતો કે કૈલાશ મેઘવાલ અને વસુંધરા રાજે લોકશાહી વિરોધી નથી. તેમાંથી તેમને શું અર્થ કાઢ્યો તે ખબર નથી.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા સીએમ અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ભાજપના મુખ્યાલયમાં ‘લાલ ડાયરી’નું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ ગયું હતું. એમને તેમ પણ જણાવ્યું હતું કે અમિત શાહ, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ઝફર ઈસ્લામ સરકારને તોડવા માટે ‘લાલ ડાયરી’ સાથે જોડાયેલા કાવતરામાં સામેલ હતા.



Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત