Video: યુઝવેન્દ્ર ચહલ બાબા નિરાલાના શરણે પહોંચ્યો! કરી આવી માંગણી…

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલ ક્રિકેટના મેદાનમાં એક્શનમાં જોવા નથી મળી રહ્યો પણ તેના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. એવામાં યુઝવેન્દ્ર ચહલની વધુ એક કારણે ચર્ચામાં આવ્યો છે.
Also read : મુશ્કેલ સમયમાં Yuzvendra Chahalને મળ્યો આ કરોડપતિ હસીનાનો સાથ…
MX પ્લેયરની વેબ સિરીઝ ‘આશ્રમ’ ની ત્રીજી સીઝન રિલીઝ (Ashram Series) થઇ છે. આ સિરીઝમાં બોબી દેઓલ (Bobby Deol) બાબા નિરાલાની ભૂમિકામાં જોવા મળે છે. ગયા અઠવાડિયે આ ત્રીજી સીઝનનો બીજો ભાગ રિલીઝ થયો હતો.
ઓપનિંગ બેટ્સમેન બનવાની ઈચ્છા:
યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ નિરાલા બાબા સામે બેઠેલો જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં, યુઝવેન્દ્ર ચહલ બાબા નિરાલાના પાસે ઓપનિંગ બેટ્સમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
યુઝવેન્દ્ર ચહલ કહે છે, “પ્લીઝ મને ઓપનર બનાવી દો.” બાબા કહે છે, ‘તથાસ્તુ.’ થોડી વાર પછી, યુઝવેન્દ્ર ચહલ પાણીની બોટલો, ટિફિન લઈને જામ થયેલા દરવાજા ખોલતો જોવા મળે છે.
યુઝવેન્દ્ર ચહલ ગુસ્સે થઈ જાય છે અને કટાક્ષમાં કહે છે, “તમે મને એક સારો ઓપનર બનાવ્યો છે,બાબા.” ત્યાર બાદ બાબા નિરાલા કહે છે, “બાબાના આશ્રમમાંથી કોઈ ખાલી હાથે જતું નથી.”
Also read : Yuzvendra Chahalએ કોની માટે લખ્યું Long Lost Brothers? ફોટા થયા વાઈરલ…
શિખરને મજા પડી:
યુઝવેન્દ્ર ચહલ અને બોબી દેઓલનો આ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પૂર્વ ક્રિકેટર શિખર ધવનને આ વિડીયો ખુબ પસંદ પડ્યો છે. આ વીડિયો પર ટિપ્પણી કરતા શિખર ધવને લખ્યું, “હા હા હા! મને ખૂબ મજા આવી.”