ગુજરાત ATS અને હરિયાણા STF એ સંયુક્ત ઓપરેશન પાર પાડી આતંકીને ઝડપ્યો, જાણો કઈ ખતરનાક વસ્તુ મળી…

અમદાવાદઃ ગુજરાત ATS ને મોટી સફળતા મળી હતી. ગુજરાત ATS ટીમે હરિયાણા પોલીસની મદદથી ફરીદાબાદના પાલીથી આતંકી ગતિવિધિમાં સામેલ 19 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. ATS ટીમે તેને રસ્તા પર ચાલતો જોયો હતો અને શંકા જતાં જ તેની બેગ ખોલીને તપાસ કરવામાં આવી હતી. અંદરથી હેન્ડ ગ્રેનેડ મળી આવતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ખાલી પ્લોટમાં લઈ જવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી.
Also read : કેમ કેસર કેરીના આંબાઓ કાપવા લાગ્યા છે ખેડૂતો?: સીએમને પણ કરી અપીલ…
ગુજરાત પોલીસ કોઈ ગુનાહિત કેસમાં વોન્ટેડ વ્યક્તિની શોધમાં હતી. પોલીસને બાતમી મળી હતી કે પાલી ગામમાં એક ખેતર પાસે એક શંકાસ્પદ યુવાન એકલો રહે છે. ગુજરાત અને પલવલ એટીએસની ટીમો તેને શોધતી પાલી પહોંચી હતી. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને રસ્તા પર ચાલતો જોતાં જ તેની ધરપકડ કરી લીધી. સૂત્રો મુજબ આરોપી અબ્દુલ રહેમાન ઉત્તર પ્રદેશના મિલ્કીપુરનો રહેવાસી છે. તે ગુજરાતથી ભાગી ગયો હતો. તે છેલ્લા 10 દિવસથી ફરીદાબાદમાં ખેતર નજીક એક ઘરમાં બદલાયેલા નામથી રહેતો હતો. ગુજરાત એસટીએફએ પલવલ એસટીએફની મદદથી તેની ધરપકડ કરી હતી. તે આતંકી ગતિવિધિમાં સામેલ હતો.
Also read : Surat ના ઉધના રેલવે સ્ટેશન પર હોળી પહેલા પેસેન્જરોનો ભારે ધસારો, વ્યવસ્થાનો અભાવ…
બે હેન્ડ ગ્રેનેડ મળ્યા
મોબાઇલ લોકેશનના આધારે રસ્તાની બાજુમાં ચાલતા એક શંકાસ્પદ યુવાનને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. તેને નજીકના પ્લોટમાં લઈ જવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી હતી. તેની પાસેથી બે જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગ્રેનેડને નિષ્ક્રિય કર્યા હતા.