સુરત

દારૂની હેરાફેરીનો નવો કિમીયો, સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં થતી ખેપ ઝડપાઈ…

Surat News: ગુજરાતમાં દારૂની ખેપ માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. જોકે પોલીસની સતર્કતાના કારણે દારૂ બુટલેગરો સુધી પહોંચે તે પહેલા જ ઝડપાઈ જતો હોય છે. સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. ઓક્સિજન સિલિન્ડરના નામે દારૂનો વેપલો ચાલતો હોવાની મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 16.60 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા એક મહિલા સહિત બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

Also read : Surat ના ઉધના રેલવે સ્ટેશન પર હોળી પહેલા પેસેન્જરોનો ભારે ધસારો, વ્યવસ્થાનો અભાવ…

સુરત શહેરના ઇચ્છાપોર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા. જોકે, પોલીસે વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છૂપાવેલા દારૂનો મોટાપાયે જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પાની તપાસ દરમિયાન 1,512 બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બીયરના ટીન મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા 1,55,232 હતી. આ સાથે આઇસર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 16,60,232 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Also read : Gujarat માં હવે હાઉસિંગ સોસાયટીઓ બેફામ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકે…

થોડા દિવસ પહેલા નર્મદામાં એક કાર ચાલકે લાઈટની અંદર ચોરખાનું બનાવી અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હતો. કાર ચાલકે લાઈટોની અંદર ચોર ખાનું બનાવીને તેમાં દારૂની બોટલો સંતાડી હતી. આ કિમીયો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે 61720 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button