
લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ ‘એકેડમી એવોર્ડ્સ’ ની જાહેરાત કરવામાં આવી, જેને સામાન્ય રીતે ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. 97મા એકેડેમી એવોર્ડ (97th Academy Awards) સમારોહમાં દુનિયાભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ હાજર રહી હતી. આ વર્ષે કોમેડિયન કોનન ઓ’બ્રાયને પહેલી વાર આ એવોર્ડ શો હોસ્ટ કર્યો હતો. સમારોહમાં ‘અનોરા’ ફિલ્મે મોટી બાજી, ‘એમિલિયા પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ એ પણ મોટા એવોર્ડ જીત્યા, આ ઉપરાંત પેલેસ્ટાઇનની ડોકયુમેન્ટરી ‘નો અધર લેન્ડ’ ફિલ્મે પણ એવોર્ડ જીતી ઈતિહાસ રચ્યો.
આ પણ વાંચો…ગોવિંદા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે પત્નીની હવે પોસ્ટ થઈ વાયરલ
ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપરા જોનાસે સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરેલી ભારતની શોર્ટ ફિલ્મ ‘અનુજા’ને નિરાશા હાથ લાગી, શોર્ટ ફિલ્મને કોઈ એવોર્ડ ના મળ્યો.
97મા એકેડેમી એવોર્ડ્સના વિજેતાઓની સંપૂર્ણ યાદી:
બેસ્ટ એક્ટર – એડ્રિયન બ્રોડી (ધ બ્રુટાલિસ્ટ)
બેસ્ટ એક્ટ્રેસ – મિકી મેડિસન (અનોરા)
બેસ્ટ પિક્ચર – અનોરા
બેસ્ટ ડાયરેક્ટર- સીન બેકર (અનોરા)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર – કરેન કુલીન (ધ રીયલ પેઈન)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ – ઝો સલ્ડાના (એમિલિયા પેરેઝ)
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ – આઈ એમ સ્ટિલ હીયર
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ – ફ્લો
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ (શિરીન સોહાની અને હુસૈન મોઆલેમી)
બેસ્ટ ઓરીજીનલ સ્ક્રિનપ્લે- સીન બેકર (અનોરા)
બેસ્ટ સિનેમેટોગ્રાફી – ધ બ્રુટાલિસ્ટ
બેસ્ટ હેર એન્ડ મેકઅપ – ધ સબસ્ટન્સ
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રિનપ્લે: કોન્ક્લેવ
બેસ્ટ ફિલ્મ એડિટિંગ – અનોરા
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – વિકેડ
બેસ્ટ ઓરીજીનલ સોંગ – એલ માલ (એમિલિયા પેરેઝ)
બેસ્ટ ઓરીજીનલ સ્કોર – ધ બ્રુટાલિસ્ટ
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ – ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ – નો અધર લેન્ડ
બેસ્ટ સાઉન્ડટ્રેક – ડ્યુન: પાર્ટ 2
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – ડ્યુન: પાર્ટ 2
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ – આઈ એમ નોટ અ રોબોટ
બેસ્ટ કોસ્ચ્યુમ – પોલ ટેઝવેલ (વિકેડ)