
અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (western disturbance) અસરના કારણે ગત અઠવાડિયા દરમિયાન ગરમીનો (gujarat weather) પારો 35 થી 36 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં મંગળવારથી ગરમીમાં બે ડિગ્રીનો વધારો થવાની સાથે તાપમાનનો પારો ફરી 37 ડિગ્રીને પાર જવાની શક્યતા છે.
Also read : Ahmedabad માં ઘરનું ઘર સ્વપ્ન બનશે, કિંમતમાં સરેરાશ 15 ટકાનો વધારો…
હવામાન વિભાગ (IMD) મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધીને 34.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી વદીને 21.5 ડિગ્રી નોંધાયું હતું. 4 ફેબ્રુઆરીએ અમદાવાદના તાપમાનમાં ફરીથી 1 થી 3 ડિગ્રી સુધીનો વધારો થતાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. રવિવારે 35.4 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.
ઉનાળો આવતાં જ મ્યુનિસિપલના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ શીખવા માટે નામ નોંધાવનારાની સંખ્યામાં 324 ટકાનો વધારો થયો છે. અહેવાલ મુજબ, ગત વર્ષે સ્વિમિંગ પૂલમાં 44,855 લોકોએ મેમ્બરશિપ લીધી હતી. જે પેટે 5.21 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે તે પહેલાના વર્ષે 9871 લોકોએ મેમ્બરશિપ લીધી હતી. એટલે કે સ્વિમિંગ પૂલમાં મેમ્બરશિપ લેનારા લોકોની સંખ્યામાં 354 ટકાનો વધારો થયો હતો.
Also read : અમદાવાદનું માણેકચોક ખાણી પીણી બજાર એક મહિનો રહેશે બંધ, જાણો શું છે કારણ
મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા મુજબ, એપ્રિલ અને મે મહિનામાં વેકેશન હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો સ્વિમિંગ માટે આવે છે. મ્યુનિ.ના 14 સ્વિમિંગ પૂલમાંથી 8 એ ગ્રેડના ઓલિમ્પિક સાઈઝના તથા અન્ય મિનિ ઓલિમ્પિક સાઈઝના છે. બાળકો સ્વિમિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય અન આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે વધુ પ્રેક્ટિસ કરી શકે તે માટે મહિને રૂ. 5 ફી લઈને એ ગ્રેડના સ્વિમિંગ પૂલમાં એડવાન્સ અને સુપર એડવાન્સ કોચિંગ આપવામાં આવે છે.