ગાંધીનગરટોપ ન્યૂઝ

Gujarat Politics: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખની ક્યારે થશે જાહેરાત?

Gandhinagar News: ગુજરાત ભાજપમાં (Gujarat BJP) લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ (BJP President) અને શહેર જિલ્લા પ્રમુખની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. પ્રદેશ પ્રમુખ અને શહેર જિલ્લા પ્રમુખની નિમણુક મુદ્દે ‘તારીખ પે તારીખ તારીખ પે તારીખ’ ની જેમ મુદત પડતી રહે છે. જો કે, હવે એવું લાગી રહ્યું છે કે 10 માર્ચ આસપાસ આ તમામ હોદ્દેદારોની જાહેરાત થઈ જશે.

ભાજપના નજીકના વર્તુળો પાસેથી જાણવા મળ્યા મુજબ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની (local body elections results) ચૂંટણીના પદાધિકારીઓની પસંદગી તારીખ 5 માર્ચે પૂર્ણ થયા બાદ ભાજપ હાઈ કમાન્ડ હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે વધુ એક મુદત પડે છે કે 10 માર્ચ સુધીમાં નિયુક્તિ થઈ જશે.

Also Read….ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયોઃ વિવિધ અકસ્માતોમાં છનાં મોત, 21 ઘાયલ…

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લાના પ્રમુખોની નિયુક્તિમાં બહુ વિલંબ થયો છે. રાજ્ય ભાજપ નવા પ્રદેશ પ્રમુખની રાહ જોઈ રહ્યું છે તો શહેર જિલ્લાના નવા પ્રમુખની પસંદગી પણ બાકી છે. દિલ્હી ભાજપ હાઇકમાન્ડ એવું વિચારી રહ્યું છે કે જુના સંગઠને નક્કી કરેલા શહેર જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરવા કે પછી નવા પ્રદેશ પ્રમુખ આવે ત્યારબાદ નવા પ્રમુખોના નામની જાહેરાત થાય. જો કે પ્રદેશ પ્રમુખ આવે એ પહેલા 50 ટકા સ્થાનિક પ્રમુખના નિયમના કારણે પહેલા એવું લાગે છે કે શહેર જિલ્લા પ્રમુખની જાહેરાત થઈ જશે અને આ જાહેરાત 10 મી માર્ચ સુધીમાં થઈ જાય તેવી પૂરી સંભાવના છે. તેની સાથોસાથ નવા પ્રદેશ પ્રમુખની વરણી પણ 10 માર્ચ આસપાસ થઈ જશે તેવું ભાજપના નેતાઓ અને કાર્યકરો માની રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button