મુંબઈના પ્રદૂષણ અંગે વીર દાસ પછી સોનમ કપૂરે વ્યકત કરી ચિંતા, જાણો શું કહ્યું?

મુંબઈઃ અત્યાર સુધી દિલ્હીની બગડતી હવાના સમાચાર હંમેશાં ચર્ચામાં રહ્યા છે પણ હવે મુંબઈની હવાની ગુણવત્તા પણ ચર્ચાનો વિષય ગંભીર બન્યો છે. બોલીવુડના સિતારાઓ પણ તેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે અને બીજી માર્ચના આજે એકયુઆઈ (એર ક્વોલિટી ઈન્ડેક્સ) તો 142ને પાર કરી ગયો હતો. બોલીવુડના સ્ટાર્સ પણ હવે અહીં સતત બગડતી હવાથી ચિંતા વ્યક્ત કરીને પ્રશાસનને ચેતવ્યું છે.
શનિવારે કોમેડિયન અને અભિનેતા વીર દાસે મુંબઈના વાયુ પ્રદૂષણ પર ટિપ્પણી કરી હતી. હવે સોનમ કપૂરે પણ સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે મુંબઈની ઘટી રહેલી હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સોનમ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં સોનમે લખ્યું હતું કે, ‘હું કદાચ વર્ષના 15 દિવસ આ રીતે (પ્રદૂષણની) સિગારેટ પીઉં અને બાકીના દિવસો હું મુંબઈની હવામાં શ્વાસ લઉં છું. આજે મુંબઈ માલબોરો લાઈટ (સિગારેટનું નામ) બની ગયું છે.’ જોકે, આ પહેલીવાર નથી જ્યારે સોનમ કપૂરે મુંબઈના વાયુ પ્રદૂષણ વિશે વાત કરી હોય.
Also read : અભિનેત્રી અનુષ્કા સેને વેકેશનની મોજ માણતી તસવીરો કરી પોસ્ટ, જોઈ લો બોલ્ડ અંદાજ
આ પહેલા પણ સોનમ કપૂર ઘણી વખત આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. 2 વર્ષ પહેલા 2023માં પણ સોનમ કપૂરે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં સોનમે લખ્યું હતું કે, ‘મુંબઈમાં ડ્રાઇવિંગ પીડાદાયક છે. જુહુથી બેન્ડસ્ટેન્ડ પહોંચતા મને એક કલાક લાગ્યો. ખૂબ બાંધકામ અને દરેક જગ્યાએ ખોદકામ. પ્રદૂષણનું સ્તર ભયંકર રીતે વધી રહ્યું છે. શું થઈ રહ્યું છે.’
અભિનેતા અને સ્ટેન્ડ-અપ કોમેડિયન વીર દાસે ફરી એકવાર મુંબઈના બગડતા વાયુ પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી હતી. વીર દાસે આ વખતે શહેરમાં શ્વાસોશ્વાસ અને સિગારેટ પીવાની વચ્ચે સરખામણી કરી હતી.
વીર દાસે તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં મુંબઈના પ્રદૂષણની ગંભીર વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા લખ્યું હતું કે, ‘હું વર્ષમાં કદાચ પંદર દિવસ “સામાજિક રીતે” સિગારેટ પીશ. આજે મુંબઈ “માર્લબોરો લાઇટ” હતું. તેની પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે મોટા ભાગે ચાલુ બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે મુંબઈમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.