રાજકોટમાં બેંક સાથે 93 લાખની છેતરપિંડી કરનારા આરોપીનાં આગોતરા જામીન કોર્ટે ફગાવ્યાં…

રાજકોટ: રાજકોટની વિજય કોમર્શિયલ બેંક સાથે છેતરપિંડી આચરીને ૯૩ લાખની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ રાજકોટનાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ખોટા આધાર રજૂ કરીને લોન મંજૂર કરાવીને બેંક સાથે છેતરપિંડી આચરવાના કેસનાં પાંચ આરોપી પૈકી લક્ષ્યાંક વિઠ્ઠલાણીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જને કોર્ટે ફગાવી દીધી છે.
Also read : રાજકોટ સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઈમે દિલ્હીથી એક આરોપીની કરી ધરપકડ
પાંચ શખ્સોએ આચર્યું કૌભાંડ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમા મંગળા રોડ પર આવેલી વિજય કોમર્શિયલ કો. ઓ. બેંકના મહીલા મેનેજર સહીત પાંચ શખ્સોએ મળીને ખોટા પુરાવાઓ, આરસી બુક ઈન્સ્યોરન્સ પોલીસી અને કવોટેશન રજુ કરી ૧૦ કાર લોન મંજૂર કરાવીને ૯૩.૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે છેતરપીંડી, ફોર્જીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મહિલા બેંક મેનેજર સહિત ૫ શખ્સો સામે તપાસ હાથ ધરી છે.
Also read : રાજકોટમાં મેકડોનાલ્ડ્સની બેદરકારી, વેજના બદલે નોનવેજ બર્ગર ધાબડી દીધા…
લક્ષ્યાંક વિઠ્ઠલાણીની જામીન અરજી ફગાવાય
આ કેસમાં ધ્રુજય સંજયભાઈ વોરા, લક્ષ્યાંક શૈલેષભાઇ વિઠ્ઠલાણી, જૈન સાયન્ટીફીક ઉધોગ, મીત મહેશભા ઈ પરમાર તેમજ બ્રાન્ચ મેનેજર દેવીકાબેન વસાવાની સામે ફરિયાદ નોંધાઈ છે. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા લક્ષ્યાંક વિઠ્ઠલાણીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી થતા નામદાર અદાલતે આ જામીન અરજી સેશન્સ જજ ડી.એસ.સિંઘે રદ કરી છે.