નેશનલ

હરિયાણામાં કોંગ્રેસ નેતાની હત્યા: દીકરીનો મૃતદેહ સ્વીકારવાની પરિવારની મનાઈ, પક્ષ પર કર્યો આક્ષેપ

નવી દિલ્હી : હરિયાણાના(Haryana)રોહતકમાં 22 વર્ષીય કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા બાદ વિવાદ સર્જાયો છે. જેમાં પરિવારે આરોપીના ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમજ આ હત્યામાં કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ આમાં સામેલ હોવાનો આક્ષેપ પણ મૂક્યો છે.

Also read : હરિયાણામાં કોંગ્રેસની 23 વર્ષીય મહિલા કાર્યકર્તાનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવતા રાજકીય ખળભળાટ

પુત્રીનો મૃતદેહ નહિ સ્વીકારે

જોકે, પોલીસ અધિકારીઓ હિમાનીન ઘરે ગયા હતા અને પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હિમાનીની માતા સવિતા અને ભાઈ જતીને કહ્યું કે જ્યાં સુધી હત્યાના આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ તેમની પુત્રીનો મૃતદેહ નહિ સ્વીકારે

ભૂપેન્દ્ર હુડ્ડાએ તેમને દરેક શક્ય કાર્યવાહીની ખાતરી આપી

ઉલ્લેખનીય છે કે હિમાનીનો મૃતદેહ રોહતકના સાંપલા બસ સ્ટેન્ડ પર એક સુટકેસમાંથી મળી આવ્યો હતો. 22 વર્ષીય કોંગ્રેસ નેતા હિમાની નરવાલ છેલ્લા 5 મહિનાથી રોહતકના વિજયનગરમાં પોતાના પૈતૃક ઘરમાં એકલી રહેતી હતી.
આ દરમિયાન રોહતકના કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રા હિમાની નરવાલના ઘરે પહોંચ્યા. તેમણે સવિતા નરવાલને ભૂતપૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા સાથે ફોન પર વાત કરાવી હતી. જ્યારે ભૂપેન્દ્ર હુડ્ડાએ તેમને દરેક શક્ય કાર્યવાહીની ખાતરી આપી.

માતાએ પુત્રીની હત્યાને એક ષડયંત્ર ગણાવ્યું

હિમાની નરવાલની માતા સવિતા નરવાલે તેમની પુત્રીની હત્યાને એક ષડયંત્ર ગણાવ્યું છે અને કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી છે. સવિતાએ કહ્યું કે અમને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ આમા સામેલ હોઈ શકે છે. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પછીથી તે કેટલાક લોકોની આંખોમાં કાંટો બની ગઈ હતી. કેટલાકને આશ્ચર્ય થયું કે તે આટલી ઝડપથી કેવી રીતે આગળ વધી ગઈ. સવિતા નરવાલે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાના પત્ની આશા હુડ્ડાને પણ આ ખબર હતી. બત્રા અને હુડ્ડાને પણ આ વાતની ખબર હતી. ચૂંટણી દરમિયાન તે રાતના 2 વાગ્યા સુધી કામ કરતી હતી. પણ આજે કોઈ અમારી પાસે આવ્યું નહીં.

Also read : કળીયુગની દીકરીઓ પણ આવી? માતાને ક્રુરતાપૂર્વક માર માર્યો; આ વીડિયો જોઈ હચમચી જશો

દિલ્હી ગઈ ત્યારે રાત્રે ફરી તેની સાથે વાત કરી હતી

તેમણે વધુમાં જણાવ્યું કે. મેં આશા હુડ્ડાને ફોન કર્યો, પણ તેમણે ફોન પણ ઉપાડ્યો નહીં. સવિતા નરવાલે જણાવ્યું કે હિમાની 27 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યા સુધી તેની સાથે હતી. આ પછી તે દિલ્હી ગઈ અને મેં રાત્રે ફરી તેની સાથે વાત કરી. તેમણે કહ્યું કે ભૂપિન્દર સિંહ હુડ્ડાનો બીજા દિવસે એક કાર્યક્રમ છે અને તેથી તે વ્યસ્ત રહેશે.તેની બાદ બપોરે 3 વાગ્યે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો અને ઘટના પ્રકાશમાં આવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button