આપણું ગુજરાત

હવે આ ‘હવાઇ આંખો’ અમદાવાદ પર રાખશે નજર

AMCએ લીધો મહત્વનો નિર્ણય

કેટલાક મીડિયા અહેવાલો મુજબ અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા, દબાણો તેમજ ટ્રાફિક જેવી સમસ્યાઓ વધી રહી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવાયો છે. જેમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ વડે શહેરભરમાં ટ્રાફિક, દબાણોનો સરવે કરવામાં આવશે જેથી શહેરમાં રોડ રીપેરિંગ, ગેરકાયદેસર દબાણો, ફૂટપાથ, વોલ ટુ વોલ રોડ, ડિવાઇડર સર્કલ વગેરે કેવી સ્થિતિમાં છે અને તેમાં શું ફેરફાર કરવો જોઈએ તેનું મોનિટરિંગ કરીને કામગીરી અંગેના નિર્ણયો લઇ શકાય. એક પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના સાયન્સ સીટી રોડ તથા આશ્રમ રોડ વિસ્તારમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

AMC કમિશનર એમ. થેન્નારસનને આ માટેનું પ્રેઝન્ટેશન અધિકારીઓએ રજૂ કર્યું હતું. ઉપરાંત અમદાવાદમાં નવા રોડનું નિર્માણ સહિત ગટર-પાઇપલાઇનના કામ, ગેરકાયદેસર પાર્કિંગ કરતા લોકો સામે કાર્યવાહી સહિતની પ્રવૃત્તિઓ આ ડ્રોન સર્વેલન્સથી થઇ શકશે. ડ્રોનના ફૂટેજ જોઇને અધિકારીઓ સંબંધિત કામગીરી માટેના નિર્ણયો લઇ શકશે.


જે વિસ્તારોમાં ગેરકાયદે દબાણો અને ટ્રાફિકના નિયમોનો ભંગ થઇ રહ્યો હોય તેના પર પણ દેખરેખ રાખી શકાશે. કયા વિસ્તારોમાં વિકાસના કામોની કેવી જરૂરિયાત છે તે વિશેની માહિતી એકઠી કરવામાં ડ્રોન ફૂટેજ ઉપયોગી થઇ પડશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત