આમચી મુંબઈ

ટી પાર્ટીઃ સીએમની ખુરશી બચાવી શક્યા નહીં તો હું શું કરું? અજિત પવારે તાક્યું નિશાન કે…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને ખાતા ફાળવણી પછી પણ મહાયુતિમાં આંતિરક ખેંચતાણ વધી છે, તેમાંય દિગ્ગજ નેતાઓ વચ્ચે મતભેદોની અટકળો વચ્ચે આજે મુંબઈમાં આયોજિત ટી પાર્ટી વખતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. જાહેરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે પોતાના મજાકિયા અંદાજમાં ‘સીએમની ખુરશી’ને લઈને એવી વાત કરી કે સમગ્ર પ્રેસ રુમમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું હતું.

Also read : પ્રોપર્ટી ટેક્સની વસૂલી: મહિનો બાકીને લક્ષ્યથી 1,000 કરોડ રૂપિયા દૂર છે મુંબઈ સુધરાઈ

એટલે પ્રેસ રુમમાં હાસ્યનું મોજું રેલાયું
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એકનાથ શિંદેએ શરુઆતની ત્રણ મિનિટમાં કહ્યું હતું કે ‘આ અમારી સરકારનો નવો કાર્યકાળ છે, પરંતુ અમે તમામ એક જ છીએ. મારા અને દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે ફક્ત મુખ્ય પ્રધાનની ખુરશી બદલાઈ છે, પરંતુ અજિત દાદા (અજિત પવાર) તો એ જ ખુરશી પર છે, તેથી તેમના માટે કોઈ ટેન્શનની વાત નથી. આ મુદ્દે અજિત પવારે કહ્યું હતું કે તમે મુખ્ય પ્રધાનની ખુરશી બચાવી શક્યા નહીં એમાં હું શું કરું. આ સ્ટેટમેન્ટ આપીને પ્રેસ રુમમાં ઉપસ્થિત સૌકોઈ હસી પડ્યા હતા.

અમારી વચ્ચે છે ‘રોટેટિંગ અન્ડરસ્ટેન્ડિંગ’
પ્રેસ કોન્ફરન્સ વખતે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની શરુઆતની ત્રણ મિનિટમાં કહ્યું હતું કે આ અમારી સરકારનો નવો કાર્યકાળ છે, પરંતુ અમે તમામ લોકો એક જ છીએ. મારા અને ફડણવીસની વચ્ચે ફક્ત સીએમની ખુરશી બદલાઈ છે, પરંતુ દાદા (અજિત પવાર)ને કોઈ ચિંતા નથી. એ વખતે અજિત પવારે સહજ ભાવે જવાબ આપ્યો હતો કે જો તમે તમારી ખુરશી બચાવી શક્યા નહીં તું હું શું કરું. જોકે, એ જ વખતે એકનાથ શિંદેએ ફરી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ બધું આંતરિક સમજણથી થઈ રહ્યું છે. એા પછી ફડણવીસે પણ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે અમારા લોકોની વચ્ચે ‘રોટેટિંગ અન્ડરસ્ટન્ડિંગ’ છે.

આટલી ગરમીમાં કઈ રીતે હોઈ શકે કોલ્ડવોર?
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના નેતાઓની વચ્ચે મતભેદ હોવાનું હંમેશાં ચર્ચાયા કરે છે ત્યારે આ મુદ્દે ફડણવીસે આજે કહ્યું હતું કે તમે લોકો તમારી બ્રેકિંગ ન્યૂઝને લઈને અમને લડાવવાની કોશિશ કરો છો, પરંતુ અમારું ગઠબંધન તૂટવાનું નથી. ફડણવીસે એનાથી આગળ વધીને કહ્યું હતું કે આટલી ગરમીમાં ગોલ્ડ વોર કઈ રીતે હોઈ શકે છે અને અમારી વચ્ચે છે ઠંડા ઠંડા કુલ કુલ.

Also read : મહારાષ્ટ્ર સરકાર છોકરીઓ માટે એચપીવી રસી ઉપલબ્ધ કરાવવા માગે છે: અજિત પવાર…

સહ્યાદ્રીમાં યોજાઈ ટી પાર્ટી
મહારાષ્ટ્રના બજેટ સત્ર પૂર્વે આજે ટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત સહ્યાદ્રી ખાતે આયોજિત ટી પાર્ટી દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજિત પવાર સહિત ત્રણેય પાર્ટીના વરિષ્ઠ વિધાનસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અહીંની પત્રકાર પરિષદમાં શિંદે અને ફડણવીસે ફ્રાન્સની કંપની અંગે પણ સ્પષ્ટતા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button