ગીર સોમનાથ

Gujarat માં સોમનાથ ખાતે 18 થી 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 નું આયોજન…

અમદાવાદ : ગુજરાતના(Gujarat)રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ 2025નું આયોજન તા.18 માર્ચ થી 21 માર્ચ 2025 દરમ્યાન કરવામાં આવશે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ઓપેન એજ ગ્રુપમાં યોજવામાં આવશે, જેમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ રમતમાં ભાઈઓ-બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં વિજેતા ટીમને અનુક્રમે રૂપિયા 3 લાખ, બે લાખ અને એક લાખના રોકડ પૂરસ્કાર આપવામાં આવશે.

Also read : ગીરના જંગલમાં પીએમ મોદી શું કરશે? જાણો વિગત

સમય મર્યાદામાં ફોર્મ જમા કરવાનું રહેશે

આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ રજીસ્ટ્રેશન માટે https://sportsauthority.gujarat.gov.in/ પરથી ફોર્મ ડાઉનલોડ કરી વિગતવાર માહિતી ભરીને પોતાના જિલ્લાની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતે તા.05 માર્ચ થી તા.07 માર્ચ 2025 સુધી કચેરી સમય દરમ્યાન ફોર્મ જમા કરવાનું રહેશે. આ સ્પોર્ટ્સ ફેસ્ટીવલની વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 274 6151 નો સંપર્ક કરવા જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button