સુખનો પાસવર્ડ : … છતાં સફળતા-સિદ્ધિ મળી શકે!

-આશુ પટેલ
રજત કુમાર, અંકિતા તોપાલ
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના રડૂ ગામનો રજત કુમાર માત્ર સાત વર્ષની ઉંમરે બાળસહજ રીતે રમી રહ્યો હતો એ વખતે હાઈટેન્શન ઈલેક્ટ્રિસિટી લાઈનના સંપર્કમાં આવી ગયો. એને જબરદસ્ત કરંટ લાગ્યો. માતા-પિતાએ એને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કર્યો. એ બચી તો ગયો, પરંતુ ડૉકટરોએ એના બંને હાથ કાપવા પડ્યા.
માત્ર સાત વર્ષની ઉંમરે જિંદગીમાં અકલ્પ્ય અને આઘાતજનક વળાંક આવી ગયો એ પછી સ્વાભાવિક રીતે રજત ભાંગી પડ્યો હતો, પરંતુ માતા દિનેશકુમારી અને પિતા જયરામે હિંમત આપી. એને કહ્યું: ‘જીવનમાં જે સ્થિતિ આવે એ સ્થિતિનો સામનો કરવો જોઈએ.’
માતા-પિતા રજતને એવી ઘણી વ્યક્તિનાં ઉદાહરણ આપતા કે જેમણે હાથ કે પગ ગુમાવ્યા હોય છતાં એ બધા ફરી ઊભાં થયાં હોય અને એમણે જીવનમાં કશુંક કરી બતાવ્યું હોય…
માતા-પિતાની હૂંફ અને હિંમત વધારનારી વાતોને કારણે રજતને સંજોગો સામે લડવાનું જોમ મળ્યું. એણે ધીમે – ધીમે પોતાના પગની આંગળીઓથી લખવાની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી.
પોતાના પગની આંગળીઓને જ હાથ બનાવીને મહેનત શરૂ કરી. બીજી બાજુ, મોંની મદદથી ચિત્રકલા શીખવાનું શરૂ કર્યું અને તે મોંની મદદથી અદ્ભુત ચિત્રો બનાવવા લાગ્યો. એણે પગની આંગળીઓથી લેપટોપ પર કામ કરવાનું શરૂ કર્યું.
રજત કુમારે ડૉક્ટર બનવાનું વિચાર્યું હતું. ડૉક્ટર બનવા માટે ‘નીટ’ની પરીક્ષા આપી હતી. એણે એ પરીક્ષા પણ પાસ કરી દેખાડી પછી નેરચૌક મેડિકલ કૉલેજમાં સીટ પણ મળી ગઈ હતી, પરંતુ મેડિકલ બોર્ડે શારીરિક અક્ષમતાને કારણે એને મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરવાની મંજૂરી ન આપી. મેડિકલ બોર્ડના અધિકારીઓએ કહ્યું: ‘તારા હાથ નથી એટલે તું ડૉક્ટર નહીં બની શકે.’
રજત કુમારને આઘાત લાગ્યો. જોકે, એણે એ સ્થિતિ પણ સ્વીકારી લીધી. એ પછી એણે મનોવિજ્ઞાનની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ શરૂ કર્યો ને એમાં માસ્ટર ડિગ્રી મેળવી લીધી.
ત્યાર બાદ રજત કુમારે શારીરિક રીતે અક્ષમ લોકોની કેટેગરીમાં જુનિયર ઑફિસ આસિસ્ટન્ટ (આઈટી)ની પરીક્ષા આપી અને એમાં એ પાસ થઈ ગયો. હવે એની નિમણૂક હિમાચલ પ્રદેશના સુંદરનગર ડિવિઝનના લોકનિર્માણ વિભાગમાં જુનિયર ઑફિસ આસિસ્ટન્ટ- આઈટી તરીકે થઈ છે.
આજે રજત કુમાર લોકનિર્માણ વિભાગમાં પોતાના પગની આંગળીઓની મદદથી લેપટોપ પર તમામ કામ સામાન્ય કર્મચારીની જેમ કરી રહ્યો છે.
કંઈક આવી જ વાત ઉત્તરાખંડની અંકિતા તોપાલની છે. અંકિતાને જન્મથી જ બે હાથ નહોતા. અંકિતા હાથ વિના જન્મી એટલે માતા-પિતાને આઘાત લાગ્યો હતો, પરંતુ અંકિતા સમજણી થઈ ત્યારથી એણે હાથને બદલે પગથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
અંકિતાએ ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. એ પછી હાયર સેક્ધડરી સુધીનો અભ્યાસ ઋષિકેશમાં કર્યો અને કૉલેજ દેહરાદૂનમાં કરી. એણે ઇતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું. અંકિતાના પિતા આઈ.ટી.આઈ.માં ડિરેક્ટર છે અને અત્યારે ટીહરીમાં ફરજ બજાવી રહ્યા છે. અંકિતાએ ‘જેઆરએફ’ની પરીક્ષા આપી અને આખા દેશમાં બીજો નંબર મેળવ્યો અંકિતાએ સાબિત કરી બતાવ્યું કે મનોબળ મક્કમ હોય તો શારીરિક અક્ષમતા હોવા છતાં પણ સિદ્ધિ મેળવી શકાય.
ઘણા વિદ્યાર્થી નાની નાની વાતમાં હામ હારી જતા હોય છે અને ડિપ્રેશનમાં સરી પડે છે. ઘણા વિદ્યાર્થી તો પરીક્ષામાં નાપાસ થાય તો જીવન ટૂંકાવી નાખે. ક્યારેક એવા કિસ્સા પણ જાણવા મળે કે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને પરીક્ષા દરમિયાન તાવ આવ્યો હોય અને એણે પરીક્ષા આપવાનું જ ટાળી દીધું હોય! હમણાં – હમણાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે એવા કિસ્સાઓ વધી રહ્યા છે નાની-નાની વાતમાં હાર માની લેતા વિદ્યાર્થીઓએ રજત કુમાર અને અંકિતા તોપાલને રોલ મોડલ ગણી જિંદગીમાં હાર માન્યા વગર આગળ વધવું જોઈએ.
… છતાં સફળતા-સિદ્ધિ મળી શકે!
સુખનો પાસવર્ડ -આશુ પટેલ