Blue Origin રચશે ઈતિહાસ; કેટી પેરી, લોરેન સાંચેઝ મહિલા ક્રૂ સાથે અવકાશ યાત્રા કરશે…

કેન્ટ: અમેરિકામાં પ્રાઈવેટ સ્પેસ કંપનીઓની સ્પર્ધા વધુને વધુ તીવ્ર બની રહી છે. એવામાં જેફ બેઝોસની માલિકીની અમેરિકન સ્પેસ ટેકનોલોજી કંપની બ્લુ ઓરિજિને (Blue Origin) મોટી જાહેરાત કરી છે, કંપનીની આગામી સ્પેસ ફ્લાઈટ ઐતિહાસિક રહેશે.
Also read : ડંકી રૂટથી લોકોને વિદેશમાં મોકલનારા એજન્ટો પર તવાઈ, 100થી વધુ નોંધાઈ FIR
એહવાલ મુજબ બ્લુ ઓરિજિનની આગામી સ્પેસ ફ્લાઈટમાં તમામ યાત્રીઓ મહિલાઓ (Blue Origin all women crew flight) હશે. ન્યૂ શેપર્ડ સ્પેસક્રાફ્ટ કેટી પેરી (Katy Perry), લોરેન સાંચેઝ (Lauren Sanchez) અને ગેઇલ કિંગ (Gayle King) જેવી સેલિબ્રિટીઝ સાથે સાથે ટેકઓફ કરશે. અહેવાલ મુજબ આ ફ્લાઈટ વેસ્ટ ટેક્સાસના રણથી ઉડાન ભરશે. કંપનીના જણાવ્યા મુજબ 1963માં સોવિયેત યુનિયનની વેલેન્ટિના તેરેશકોવા ( Valentina Tereshkova)ની અવકાશ યાત્રા બાદ આ પ્રથમ સંપૂર્ણપણે મહિલા ક્રૂ સાથેની ફ્લાઇટ હશે.
ન્યૂ શેપર્ડ પ્રોગ્રામ (New Shepard )ની આ 11મી સમાનવ ફ્લાઈટ હશે. આ પ્રોગ્રામ અંતર્ગત અત્યાર 52 લોકો અવકાશની સફરે જઈ ચુક્યા છે. ન્યૂ શેપર્ડની 11મી સમાનવ ફ્લાઈટ NS-31, આઈશા બોવે, અમાન્ડા ન્ગ્યુએન, ગેલ કિંગ, કેટી પેરી, કેરિયન ફ્લાયન અને લોરેન સાંચેઝ સાથે લોન્ચ થશે.
લોરેન સાંચેઝે શું કહ્યું?
જેફ બેઝોસની મંગેતર લોરેન સાંચેઝે જણાવ્યું, “આ ફ્લાઈટ બાદ નિઃશંકપણે અમારા દરેકનું જીવન બદલાઈ જશે અને મને સંશોધકોના આવા અદ્ભુત જૂથ સાથે રહેવાનો ગર્વ છે. હું આ ક્રૂની બધી મહિલાઓ તેમની સ્ટોરી શેર કરે એની રાહ જોઈ રહી છું અને આ અભિયાન ભાવિ પેઢીઓને મોટા સપના જોવા માટે પ્રેરણા આપશે.”
ન્યૂ શેપર્ડ પ્રોગ્રામ:
ન્યૂ શેપર્ડનો સ્પેસક્રાફ્ટ 11 મિનિટની સ્પેસમાં રહેશે. સ્પેસક્રાફ્ટ ક્રૂ સાથે “કાર્મન લાઇન”ની થોડે ઉપર પહોંચશે. કાર્મન લાઇનને પાર કરતા ક્રૂ મેમ્બર્સને થોડી મીનીટો માટે વેઇટલેસનેસનો અનુભવ થશે. કેપ્સ્યુલની મોટી કાંચની બારીઓમાંથી પૃથ્વીને નિહાળશે.
બ્લુ ઓરિજિનના એક નિવેદન અનુસાર “બોર્ડ પર દરેક વ્યક્તિ ક્રૂ મેમ્બર હશે, કોઈ પાઇલટ નહીં હોય.” નિવેદન મુજબ ન્યૂ શેપર્ડ એક સંપૂર્ણ ઓટોનોમસ વાહન છે, જેમાં ક્રૂને કોઈ ભૂમિકા ભજવવાની હોતી નથી.
Also read : ટ્રમ્પે ચીનને મોટો ઝટકો આપ્યો; ચીન પર વધુ આટલા ટકા ‘Tariff’ ઝીંક્યો
જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કર્મશિયલ સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ઈલોન મસ્કનની સ્પેસએક્સને ટક્કર આપી રહી છે.