ઇન્ટરનેશનલ

Trump Vs Zelenskyy: ટ્રમ્પ સાથે બાથ ભીડનારા ઝેલેન્સ્કીની કેટલી છે સંપત્તિ?

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy) વચ્ચે થયેલી તડાફડીના વિશ્વમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે.

વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ઝેલેન્સકીને એક પત્રકારે પૂછ્યું કે તમે દેશના રાષ્ટ્રપતિ હોવા છતાં પણ સૂટ કેમ પહેરતા નથી? જેનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે યુદ્ધ પૂરું થયા બાદ પણ તેઓ સૂટ નહીં પહેરે. પોતાના પોશાકના કારણે હંમેશાં ચર્ચામાં રહેતા વોલોદિમીર ઝેલેન્સકી રાષ્ટ્રપ્રમુખ બનતા પહેલા શું કરતા હતા અને તેમની નેટવર્થ કેટલી છે તે જાણો છો? જો ના તો ચાલો જાણીએ.

આપણ વાંચો: યુક્રેન-રશિયાનું યુદ્ધ પૂરું કરવાની ચર્ચા ચાલતી હતી અને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી પોતે જ બાખડી પડ્યા

ઝેલેન્સ્કી છે કેટલા ધનવાન?

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના 3 વર્ષ થઈ ગયા છે. આ દરમિયાન શુક્રવારે વ્હાઈટ હાઉસમાં સૂટ ન પહેરવા પર પૂછવામાં આવેલા સવાલ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગરમાગરમીથી તમામ હેરાન રહી ગયા હતા. એક દેશના રાષ્ટ્રપ્રમુખ હોવા છતાં સૈન્ય શૈલીનો કેઝ્યુઅલ પોશાક હંમેશાં સમાચારમાં રહે છે. આ ઉપરાંત તેમની નેટવર્થની પણ ચર્ચા થાય છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે દરમિયાન આવેલા મીડિયા રિપોર્ટ્સમાં ઝેલેન્સ્કી અબજપતિ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે, તેમની કુલ નેટવર્થ 30 મિલિનય ડોલરની આસપાસ છે, જે યુદ્ધ ચાલુ થયું ત્યારથી ઘટી હોઈ શકે છે.

આપણ વાંચો: અમેરિકામાં ટ્રમ્પની જીત પર ઝેલેન્સ્કીએ અભિનંદન પાઠવી શું કહ્યું? જાણો

ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિ સાથે છે દમદાર અભિનેતા

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ બન્યા પહેલા ઝેલેન્સ્કી ફિલ્મ અભિનેતા, નિર્માતા તથા કોમેડિયન હતા. તેમની એક પ્રોડક્શન કપની હતી. જેનું નામ Kvartal-95 studio હતું અને 2019માં તેમણે રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળ્યું ક્યારે મોટા ભાગનો હિસ્સો વેચી દીધો હતો. આ પછી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત પગાર રહ્યો છે.

જોકે રાજકારણમાં આવતા પહેલા તેમણે એક્ટિંગ અને કોમેડીના બળે અલગ ઓળખ ઊભી કરી હતી અને દમદાર કમાણી કરી હતી. તેમની પ્રોડક્શન કંપનીનો પણ ઝેલેન્સ્કીની આવકમાં મહત્ત્વનો રોલ હતો.

મેટા અને ટેસ્લા જેવી કંપનીના શેરમાં છે મોટું રોકાણ

ફોર્બ્સના રિપોર્ટ મુજબ, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી પાસે દેશની સૌથી મોંઘી બિલ્ડિંગમાં એક ફ્લેટ છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય 4 મિલિયન ડૉલર છે. તેમની પ્રોડક્શન કંપનીમાં ભાગ દ્વારા નેટવર્થમાં આશરે 11 મિલિયન ડૉલરનો વધારો થયો હતો. ઝેલેન્સ્કી પાસે પાંચ યાટ અને ત્રણ પ્રાઇવેટ જેટ પણ છે. મેટા અને ટેસ્લા જેવી કંપનીના શેરમાં પણ તેમનું મોટું રોકાણ છે.

આપણ વાંચો: PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત, જાણો શું ચર્ચા થઈ

આગામી દિવસો યુક્રેન માટે કસોટી પુરવાર થઈ શકે

ઝેલેન્સકીની નેટવર્થમાં તેની પત્ની ઓલેનાની બેન્ક ડિપોઝિટ આશરે 2 મિલિયન ડૉલર અને કેટલાક સરકારી બૉન્ડ છે. તેની પાસે રહેલા ઘરેણાં, કાર તથા અન્ય સંપત્તિની કુલ કિંમત 1 મિલિયન ડૉલર જેટલી છે.

અમેરિકા સામે બાથ ભીડ્યા પછી ઝેલેન્સ્કીની રશિયાએ તો આકરી ટીકા કરી છે, પરંતુ બ્રિટન સહિત યુરોપિયન યુનિયન પડખે આવીને ઊભું છે. રશિયા સામે જાહેર સંપત્તિની બરબાદી અને યુદ્ધ કર્યા પછી અમેરિકા સાથેનો વૈશ્વિકસ્તરે જાહેરમાં મતભેદ આગામી દિવસોમાં યુક્રેનની કસોટી કરી શકે છે. એક અભિનેતા કમ રાજકારણી ઝેલેન્સ્કી માટે જ નહીં, પણ યુક્રેન માટે 2025નું વર્ષ મુશ્કેલીજનક બની શકે તો નવાઈ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button