નેશનલ

હરિયાણામાં કોંગ્રેસની 23 વર્ષીય મહિલા કાર્યકર્તાનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવતા રાજકીય ખળભળાટ

રોહતક: હરિયાણામાં મ્યુનિસિપલ ચૂંટણીના દિવસે રોહતક-દિલ્હી હાઇવે પર સાંપલા બસ સ્ટેન્ડ પાસે કોંગ્રેસની એક મહિલા કાર્યકરનો મૃતદેહ મળી આવતા ખળભળાટ (Congress party woker found dead in Haryana) મચી ગયો છે, ઘટના બાદ રાજ્યમાં રાજકીય વિવાદ શરૂ થયો છે.

કોંગ્રેસના જણાવ્યા મુજબ મૃતક મહિલા કાર્યકરતાનું નામ હિમાની નરવાલ (Himani Narwal) છે, હિમાની રોહતકમાં યુવા કોંગ્રેસની પદાધિકારી હતી. શુક્રવારે સાંપલા બસ સ્ટેન્ડ નજીક એક મોટા બ્લુ કલરના સૂટકેસમાં હિમાનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સાંપલા પોલીસ સ્ટેશનને આ અંગેની જાણ કરવામાં આવી હતી. મૃતદેહના ગળા ફરતે સ્કાર્ફ વીંટાળેલો હતો અને હાથમાં મહેંદી લગાવેલી હતી.

આપણ વાંચો: Amreli માં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, મૃતદેહ મળ્યો, વનવિભાગે શોધખોળ શરૂ કરી…

કાયદો વ્યવસ્થા પર સવાલ:

રોહતકને પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડાનો ગઢ માનવામાં આવે છે. હુડાએ ઘટના અંગે શોક યક્ત કરતા X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, “રોહતકમાં સક્રિય કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલની હત્યાના સમાચાર અત્યંત દુઃખદ અને આઘાતજનક છે.

હું દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ રીતે એક છોકરીની હત્યા અને તેનો મૃતદેહ સુટકેસમાં મળવો એ અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. આ ઘટના રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર એક કલંક છે”

આપણ વાંચો: ખેતર માટે પુત્રએ માતાની હત્યા કરી મૃતદેહ પાણીની ટાંકીમાં ફેંક્યો

કોંગેસની સક્રિય કાર્યકર્તા:

હિમાની નરવાલ સોનીપતના કથુરા ગામની રહેવાસી હતી અને કોંગ્રેસની સક્રિય કાર્યકર હતી. એક અખબારી અહેવાલ મુજબ, હિમાની વિવિધ રાજકીય કાર્યક્રમોમાં સામેલ થતી હતી. તે રોહતકના સાંસદ દીપેન્દ્ર હુડાના કાર્યક્રમોનો હાજરી આપતી. હિમાની કોંગ્રેસની રેલીઓ અને સામાજિક કાર્યક્રમોમાં હરિયાણવી લોક કલાકારો સાથે પ્રદર્શન કરવા માટે જાણીતી હતી.

ભૂતપૂર્વ યુવા કોંગ્રેસના વડા શ્રીનિવાસ બીવીએ X પર લખ્યું, “યુથ કોંગ્રેસના મારા કાર્યકાળ દરમિયાન, મારી નાની બહેન @himani_narwal રોહતક ગ્રામીણના જિલ્લા ઉપપ્રમુખ હતી. ભારત જોડો યાત્રા હોય કે કોઈ સંગઠનાત્મક કાર્યક્રમ હોય, હિમાનીએ દરેક જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી.”

ભારત જોડો યાત્રા દરમિયાન હિમાની વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે જોવા મળી હતી. કોંગ્રેસના વિધાનસભ્ય ભારત ભૂષણ બત્રાએ જણાવ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન હિમાની ભૂપિન્દર હુડ્ડા અને દીપિન્દર હુડ્ડા સાથે સક્રિય રીતે કામ કરી રહી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button