IND vs NZ: ન્યુઝીલેન્ડે ટોસ જીતીને આ નિર્ણય કર્યો, બંને ટીમની પ્લેઇંગ-11માં 1-1 ફેરફાર

દુબઈ: ICC Champion Trophy 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ આજે રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ (IND vs NZ) રહી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. બંને ટીમોએ એક-એક ફેરફાર કર્યો છે.
ન્યુઝીલેન્ડની ટીમ પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. ડેવોન કોનવેની જગ્યાએ ડેરિલ મિશેલ સ્થાન મળ્યું છે. રોહિત શર્માએ જણાવ્યું કે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં પણ એક ફેરફાર થયો છે. હર્ષિત રાણાના સ્થાને વરુણ ચક્રવર્તી સામેલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ન વસુંધરા રાજે, ન સ્મૃતિ ઈરાની, આ મહિલાને મળી શકે છે ભાજપની કમાન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમો 2-2 મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે. તેમ છતાં, આ મેચ ખુબ જ મહત્વપૂર્ણ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ બાદ ગ્રુપ-Aનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલમાં, ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાને છે અને ભારત બીજા સ્થાને છે. આ મેચ નક્કી કરશે કે સેમિફાઇનલમાં ગ્રુપ-Bના દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે કઈ ટીમ રમશે.
વિરાટ કોહલી માટે આ એક મહત્વની મેચ છે. આ તેનો 3૦૦મી ODI મેચ. તેણે 2017 માં ન્યુઝીલેન્ડ સામે પોતાની 200મી વનડે મેચમાં સદી ફટકારી હતી.
ભારતની પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી
ન્યુઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન:
વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક