આપણું ગુજરાત

PMJAY-મા યોજનાની માહિતી કે સમસ્યા માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

ગાંધીનગરઃ લોકોના લાભાર્થે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. જેમાંની એક પીએમજેએવાય છે. રાજ્યના અનેક લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જોકે ઘણા લોકો યોજનાનો લાભ નથી લઈ શકતા અને આ અંગે ક્યાં પૂછપરછ કરવી તે જાણતા નથી હોતા. આવા લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખી હેલ્પલાઈન નંબર ૦૭૯-૬૬૪૪-૦૧૦૪ શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટેની હેલ્પલાઇન કાર્યરત કરાવતા જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું આયુષ્માન કાર્ડ આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે. આયુષ્માન કાર્ડ અને તેના અંતર્ગત આપવામાં આવતી સેવાને લગતી કોઇપણ ફરિયાદ, સમસ્યા અને માહિતી માટે આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરાવવામાં આવ્યો હોવાનું જણાવી આ નંબર ૨૪ X ૭ કાર્યરત રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ હેલ્પલાઇન સંદર્ભેની વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતુ કે, દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે. આ હેલ્પપલાઇન થી મળેલ ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્યઅધિકારી(CDHO) અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે. જરૂરી સ્ટેકહોલ્ડર/અધિકારી સાથે સંકલન કરી તેમને લિંકમાં જ ફરિયાદ નિરાકરણના જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ થકી ફરિયાદનું વેરિફિકેશન અને નિરાકરણ નિયત સમયમર્યાદામાં કરવામાં આવશે.

Also read: PMJAYમાંથી વધુ 15 હૉસ્પિટલ કરવામાં આવી સસ્પેન્ડ, જૂઓ લિસ્ટ

ત્યારબાદ હેલ્પલાઇનની ટીમ દ્વારા નિરાકરણની ખરાઈ ફરિયાદીને કોલ કરીને કરવામાં આવે છે અને પુર્તતા થયા બાદ જ ફરિયાદ બંધ કરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ૨.૬૭ કરોડ થી વધુ આયુષ્માન કાર્ડ ધારકો છે. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત રૂ. ૧૦ લાખની કેશલેસ સારવાર આપવામાં આવે છે.

હેલ્પ લાઇનમાં કઇ માહિતી/ સુવિધાઓ મળશે ?

24*7 ટોલ ફ્રી નંબર
યોજનાકીય માહિતી
કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી
કાર્ડ બેલેન્સ
એમ્પેનલ હોસ્પિટલની માહિતી
વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમ જ પેકેજની માહિતી
હોસ્પિટલમાં આરોગ્ય-મિત્ર તેમ જ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા
ફરિયાદ નોધણી, ટ્રેકિંગ અને મોનીટરીંગ
ફરિયાદ યોગ્ય અધિકારી સુધી ઇ-મેલ અને SMS દ્વારા પહોચાડવા માટેની ટેક્નોલોજી સુવિધા
યોજના અંતર્ગત આપવામાં આવતી આરોગ્યસેવામાં ખામીઓ અંગેની ફરિયાદ અને પ્રતિસાદ
ફરિયાદોની વિગતોની ગુપ્તતા
અધિકારી માટે જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ
ફોલોઅપ અને રિપોટિંગ મિકેનીઝમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button