Champions Trophy 2025સ્પોર્ટસ

IND vs NZ: બહાર રહેલા આ બે બોલર્સને મળશે જગ્યા? શુભમન કરશે કેપ્ટનશીપ? સંભવિત પ્લેઇંગ-11

દુબઈ: ICC Champions Trophy 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે (IND vs NZ) દુબઈમાં રમાશે. બંને ટીમો સેમીફાઈનલમાં પ્રવેશી ચુકી છે, છતાં આ મેચ રસપ્રદ રહે તેવી શક્યતા છે. આ મેચ બાદ એ નક્કી થશે કે ગ્રુપ A ના ટેબલમાં ટોપ પર કોણ રહે છે. આ મેચની વિજેતા ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે, જ્યારે હારનારી ટીમ દક્ષિણ આફ્રિકા સામે રમશે. ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટર વિરાટ કોહલી ફોર્મમાં પરત ફર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રોહિત શર્મા પણ ફોર્મમાં દેખાયા હતાં. આ ઉપરાંત, શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ પણ સરૂ પ્રદર્શન કરી રહ્યા છે.

આ બે બોલર્સને મળશે સ્થાન:
નોંધનીય છે કે કેપ્ટન રોહિત શર્મા અને મેચ વિનર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આજે રમે એ નક્કી નથી. આવી સ્થિતિમાં જે ખેલાડીઓ અત્યાર સુધી બહાર બેઠા હતા તેમને આ મેચમાં રમવાની તક મળી શકે છે. શમીની જગ્યાએ યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તક મળી શકે છે. બીજી તરફ જો રોહિત નહીં રમે તો શુભમન ગિલ પર કેપ્ટનશીપની જવાબદારી રહેશે. જયારે રોહિતની જગ્યાએ ઋષભ પંતને સ્થાન મળી શકે છે. કુલદીપની જગ્યાએ વરુણ ચક્રવર્તીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

Also read:

ન્યૂઝીલેન્ડ આપશે મજબુત પડકાર:
બીજી તરફ, ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લેથમે શાનદાર ફોર્મમાં છે. ટીમ પાસે કેન વિલિયમસન જેવો દિગ્ગજ બેટર છે. આ ઉપરાંત, રચિન રવિન્દ્રએ છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની મજબુત બેટિંગ લાઈનઅપને પરાસ્ત કરવી એ ભરતીય બોલર્સ માટે મોટો પડકાર હશે.

અર્શદીપની તૈયારી:
શુક્રવારના પ્રેક્ટિસ સેશનમાં ફાસ્ટ બોલર અર્શદીપે બોલિંગ કોચ મોર્ને મોર્કલ સાથે સારી એવી પ્રેક્ટિસ કરી હારી, તેણે 13 ઓવર બોલિંગ કરી. શમીએ ફક્ત છ-સાત ઓવર જ ફેંકી અને ટૂંકા રન-અપ કર્યા હતાં

સ્પિન બોલનો પડકાર:
ભારતીય ટીમના બેટર્સનું ધ્યાન સ્પિન બોલને વધુ સારી રીતે રમવા પર રહેશે. સેમિફાઇનલમાં ભારત દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયાનો સામે મેચ રમશે અને બંને ટીમો પાસે સારા સ્પિન બોલર્સ છે. ભારતે અગાઉની બંને મેચ જીતી છે, પરંતુ સ્પિનરો સામે ભારતીય બેટર્સ સંઘર્ષ કરતા દેખાયા હતાં. આવી સ્થિતિમાં, ભારતીય બેટર્સ આજે ન્યુઝીલેન્ડના સ્ટાર સ્પિનરોને વધુ સારી રીતે રમવાનો પ્રયત્ન કરશે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11:
ભારત: રોહિત શર્મા/ઋષભ પંત, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, રવિન્દ્ર જાડેજા.

ન્યૂઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, મેટ હેનરી, ટોમ લાથમ, વિલ ઓ’રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, વિલ યંગ, કાયલ જેમીસન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button