ગીરના જંગલમાં પીએમ મોદી શું કરશે? જાણો વિગત

ગીર સોમનાથઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જામનગરના વનતારામાં લંચ બાદ તેઓ બપોરે સોમનાથ જશે. જે બાદ તેઓ સાસણ ગીર જશે. જ્યાં વન્યજીવો સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા થશે. રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડે આ વખતે તેમની બેઠક ગિર અભ્યારણ્યમાં કરવાની તૈયારી કરી છે. આ બેઠક ત્રણ માર્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠક પહેલી પીએમ મોદી જંગલ સફારીનો પણ આનંદ માણી શકે છે.
બેઠકમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યોના મુખ્ય પ્રધાન અન બોર્ડ સાથે સંકળાયેલા વન્યજીવ વિશેષજ્ઞો હિસ્સો લેશે. બોર્ડની આ બેઠક દર વર્ષે યોજવાનો પ્રસ્તાવ છે પરંતુ આ વખતે લાંબા સમય બાદ આવું થવા જઈ રહ્યું છે. છેલ્લા થોડા વર્ષોથી બોર્ડનું આ કામ બોર્ડ સાથે સંકળાયેલી સમિતિ કરે છે. જેના અધ્યક્ષ કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન હોય છે. વન અને પર્યાવરણ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો મુજબ, દેશમાં ઝડપથી વધી રહેલી વન્યજીવોની વસ્તી સાથે તેમનો બદલાઈ રહેલો વ્યવહાર મોટો પડકાર છે. જેને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો…યુવતીએ 9.68 લાખના ઘરેણાં ભરેલા પર્સની કરી ઉઠાંતરી, 48 કલાકમાં પોલીસે આ રીતે ઝડપી લીધી
પીએમ મોદીનું શનિવારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પ્રધાન રાઘવજી પટેલ, મુળુ બેરા, રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમે સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7.30 કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો હતો. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડા પ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.