અમદાવાદ: કેફેમાં ચાલતું ગેરકાયદે હુક્કાબાર ઝડપાયું, PCBએ પાડ્યા દરોડા

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી હુકકાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ હતા. પરંતુ હવે કેફેની આડમાં હુક્કાબાર ચાલતા હોવાનું પોલીસના ધ્યાને આવતા પીસીબીની ટીમે સરખેજ વિસ્તારમાં રેડ કરી હતી. તપાસમાં આ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.
અમદાવાદના એક કેફેમાં હુક્ક્બાર ચાલતો હોવાની માહિતીના આધારે પોલીસે સરખેજ વિસ્તારમાં આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં દરોડો પાડ્યો હતો. તપાસમાં આ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન નિકોટીનયુક્ત હુક્કાના ફ્લેવર કબજે કર્યા હતા. આ હુક્કાબાર કોણ ચલાવતું હતું તથા કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Also read: અમદાવાદમાં કાફેની આડમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું, પીસીબીની ટીમે મુદ્દામાલ કર્યો જપ્ત
પીસીબીએ રેડ પાડતાં સરખેજ પોલીસે ઉંઘતી ઝડપાઈ હતી. અમદાવાદ પીસીબીની ટીમ સીધી અમદાવાદ પોલીસ કમિશ્નરની હેઠળ કામ કરે છે. અમદાવાદના સરખેડ અને સિંધુ ભવન રોડ પર વિવિધ કેફે આવેલા છે. સરખેજના બ્રુ રોસ્ટ કેફેમાં ગત રાતે પીસીબીએ દરોડા પાડીને નિકોટીન યુક્ત ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હુક્કાને એફએસલમાં તપાસ માટે મોકલ્યા હતા.
પીસીબીની તપાસમાં સામે આવ્યું કે, હર્બલ હુક્કાના નામે નિકોટીન યુક્ત હુક્કાઓની અહીંયા ખાસ સવલતો આપવામાં આવતી હતી. દરોડા પાડ્યા તે સમયે અનેક ગ્રાહકો હુક્કા પિતા નજરે પડ્યા હતા.