શું કપિલ દેવને પાછળ મૂકીને બુમરાહ કરી શકશે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને બરાબરી?
પુણેઃ પુણેમાં ભારત અને બાંગલાદેશ વચ્ચે વનડે વર્લ્ડકપ-2023ની 13મી મેચ રમાઈ રહી છે અને બાંગલાદેશે ટોસ જિતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આપણે અહીં વાત કરી રહ્યા છે ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર જસપ્રીમ બુમરાહની. બુમરાહ પાસે આ મેચમાં એક એવો રેકોર્ડ બનાવવાની તક છે કે જેને કારણે તે કપિલ દેવ જેવા દિગ્ગજ ખેાલાડીને પણ પાછળ છોડી શકે છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મહિનાઓ બાદ ટીમમાં કમબેક કર્યું છે અને ત્યારથી તે એકદમ ફોર્મમાં છે. જો આજની મેચની વાત કરીએ તો આજની મેચ દરમિયાન લોકોની નજર 31 વર્ષ પહેલાંના કપિલ દેવ દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ પર હશે અને આ રેકોર્ડથી બુમરાહ માત્ર કપિલ દેવ જ નહીં પણ તમામ દિગ્ગજોને પાછળ મૂકી શકે છે. આવો જોઈએ શું છે આ રેકોર્ડ-
વર્લ્ડકપની અત્યાર સુધીના રમાયેલી 12 મેચમાં બુમરાહ 26 વિકેટ લીધી છે અને બાંગ્લાદેશ સામે આ તેની ત્રીજી મેચ છે અને આ જ મેચમાં બુમરાહ કપિલપાજી કરતાં આગળ નીકળી શકે છે. કપિલ દેવે 1979-1992 દરમિયાન 28 વિકેટ લીધી હતી અને બુમરાહ કપિલપાજીનો આ રેકોર્ડ તોડવાથી માત્ર 3 વિકેટ દૂર છે. જો આજની મેચમાં તે ત્રણ વિકેટ લઈ લેશે તો બુમરાહ કપિલપાજીથી આગળ નીકળી જશે.
માત્ર કપિલ દેવ જ નહીં પણ જો બુમરાહ આજની મેચમાં પાંચ વિકેટ લેવામાં સફળ થશે તો તે પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદી આફ્રિદી (30)ને પણ પાછળ છોડી દેશે. એની સાથે સાથે જ તે શોએબ અખ્તર (30)ને પાછળ મૂકી દેશે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી અનિલ કુંબલેની બરાબરી કરવા માટે બુમરાહને પાંચ જ વિકેટની જરૂર છે.
વર્લ્ડકપમાં ભારત માટે અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા બોલરની વાત કરીએ તો તેમાં 44 વિકેટ સાથે ઝહિર ખાન અને જવાગલ શ્રીનાથ પહેલાં અને બીજા સ્થાને આવે છે. ત્યાર બાદ મોહમ્મદ શમી (31), અનિલ કુંબલે (31), કપિલ દેવ (28)નો નંબર આવે છે અને 26 વિકેટ સાથે ફાસ્ટ બોલર આ યાદીમાં છેલ્લા સ્થાને છે. જોઈએ હવે આજની મેચમાં બુમરાહ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીનો રેકોર્ડ તોડીને આગળ નીકળી શકે છે કે નહીં.