સ્પોર્ટસ

રણજી ફાઇનલમાં કરુણ નાયરે વિદર્ભને મજબૂત સ્થિતિમાં લાવી દીધું…

નાગપુરઃ વિદર્ભએ પાંચ દિવસની રણજી ટ્રોફી ફાઇનલના પ્રથમ દાવમાં 379 રન બનાવ્યા બાદ કેરળને 342 રન સુધી સીમિત રાખ્યા બાદ આજે ચોથા દિવસે બીજા દાવમાં ચાર વિકેટે 249 રન બનાવીને મૅચ પરની પકડ વધુ મજબૂત કરી હતી. સરસાઈ સાથે વિદર્ભના 286 રન છે અને હજી એની છ વિકેટ પડવાની બાકી છે. કરુણ નાયર (132 નૉટઆઉટ, 280 બૉલ, બે સિક્સર, છ ફોર) આજની રમતનો સુપરસ્ટાર હતો.

Also read : એક જાણીતા ક્રિકેટરે કરી આગાહી, `મારો અંતરાત્મા કહે છે કે ભારત એક રનથી ફાઇનલ જીતશે અને રોહિત ટૉપ-સ્કોરર બનશે’

PTI

નાયર અને ડેનિશ માલેવાર (73 રન, 162 બૉલ, પાંચ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 182 રનની ભાગીદારી થઈ હતી. એક તબક્કે વિદર્ભના સ્કોર બે વિકેટે ફક્ત સાત રન હતો અને માલેવારની ત્રીજી વિકેટ પડી ત્યારે વિદર્ભના ખાતે 189 રન બની ગયા હતા.

નાયર સાથે કૅપ્ટન અક્ષય વાડકર ચાર રને રમી રહ્યો હતો.

કેરળના જલજ સક્સેના અને નાગપુરમાં જ રહેતા આદિત્ય સરવટે સહિત ચાર બોલરને એક-એક વિકેટ મળી હતી.
એ પહેલાં, વિદર્ભએ 37 રનની જે સરસાઈ લીધી એ આ મૅચ માટે નિર્ણાયક બની શકે. કારણ એ છે કે રવિવારના પાંચમા દિવસે મૅચ ડ્રૉમાં જશે તો પ્રથમ દાવમાં લીડ લેનાર ટીમ વિજેતા ઘોષિત થશે.

Also read : લૂંટારુઓએ ફૂટબોલરને લૂંટી લીધો, ટ્રકની પણ ચોરી કરીને ભાગી ગયા!

ભારત વતી રમી ચૂકેલા કરુણ નાયરે વર્તમાન રણજી સીઝનમાં આ ચોથી સદી ફટકારી છે. વિજય હઝારે ટ્રોફીની પાંચ સેન્ચુરી ગણતાં તેણે ઉપરાઉપરી બે મોટી ડોમેસ્ટિક સ્પર્ધામાં કુલ નવ સદી ફટકારી છે અને ભારતીય સિલેક્ટર્સનું ફરી ધ્યાન ખેંચ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button