ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈઝરાયલ પહોંચેલા બ્રિટિશ PM ઋષિ સુનકની મોટી જાહેરાત

કહ્યું- હું તમારી સાથે છું

તેલઅવીવઃ ઇઝરાયલ હમાસ સંઘર્ષ વચ્ચે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક આજે ઇઝરાયલ પહોંચ્યા છે. ઇઝરાયલની ધરતી પર પગ મૂક્યા બાદ તેમણે આતંકવાદના વિરોધમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ દેશે (ઇઝરાયલે) હાલમાં આતંકવાદી હુમલાનો સામનો કરવો પડ્યો છે, તેથી હું અહીં આવ્યો છું. અહીંના લોકો શોકમાં છે.

હું ઇઝરાયલના લોકોને કહેવા માંગુ છું કે આ દુઃખની ઘડીમાં હું તમારી સાથે છું અને આતંકવાદ સામેની લડાઈમાં તમારી સાથે છું. ઋષિ સુનક પણ આજે જ ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરવાના છે. સુનક ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને પણ મળશે.

પીએમ ઋષિ સુનક ગુરુવારે બેન ગુરિયન એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે અન્ય તમામ મોટા મુદ્દાઓ કરતાં વધુ મહત્વની બાબત એ છે કે ઈઝરાયલને આતંકવાદના ભયંકર ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે. હું તમને કહેવા માંગુ છું કે યુનાઇટેડ કિંગડમ અને હું તમારી સાથે ઉભા છીએ. હું અહીંના લોકો સાથે મારી એકતા દર્શાવવા આવ્યો છું. સુનકના કાર્યાલયે કહ્યું છે કે હાલમાં ચાલી રહેલો આ તણાવને વધુ વકરે નહીં તે માટે પીએમ સુનક ઈઝરાયલની આસપાસના કેટલાક અન્ય દેશોની પણ મુલાકાત લઈ શકે છે.

સુનકે અગાઉ જણાવ્યું હતું કે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અનેક નિર્દોષોના જીવ ગયા છે, જેની અમે નિંદા કરીએ છીએ. અલ અહલી હૉસ્પિટલ પર કરવામાં આવેલા હુમલા દુનિયાભરના નેતાઓએ સાથે આવીને આ સંઘર્ષને રોકવો જોઇએ. અમે આવા પ્રયાસોમાં સહુથી આગળ રહીશું. ઋષિ સુનકના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે હમાસ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલામાં સાત બ્રિટિશ નાગરિકોના પણ મૃત્યુ થયા છે અને 9 લોકો લાપતા છે.

આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ બુધવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા. ઈઝરાયેલના પીએમ નેતન્યાહુને મળ્યા બાદ બાઇડેને પ્રેસ કોન્ફરન્સમાં હમાસ હુમલાની નિંદા કરી હતી. બાઇડેને કહ્યું હતું કે હમાસ એક ક્રૂર આતંકવાદી સંગઠન છે, તેણે જે રીતે ઈઝરાયેલ પર હુમલો કર્યો તે માનવતાની વિરુદ્ધ છે.


ઈઝરાયલ અને હમાસ વચ્ચે વધી રહેલા સંઘર્ષમાં વિશ્વ બે જૂથમાં વહેંચાઇ ગયું છે. ઘણા દેશો પણ ખુલ્લેઆમ ઈઝરાયેલના પક્ષમાં ઉભા છે. અમેરિકા, યુકે, ભારત ઇઝરાયલનું સમર્થન કરી રહ્યા છે. મુસ્લિમ દેશોમાં ઈઝરાયેલ પ્રત્યે રોષ છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ના દેશોએ બુધવારે યોજાયેલી બેઠકમાં ઈઝરાયેલ પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે વધી રહેલા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં યુદ્ધનો ભય મંડરાઇ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

  1. this idiot indian born british PM is playing two side as entire problem created by british and they deprived muslim from their original right of the palastanian land and favoured jews in 1948 and british people has to be destroyed first as they purposely destroyed great ottomon empire from this region and now muslim facing thie problem since 75 years

Back to top button