250 વર્ષ બાદ અમેરિકાને મળશે તેની રાષ્ટ્રીય ભાષા; ડોનાલ્ડ ટ્રમ્પનો મહત્વપૂર્ણ નિર્ણય…

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. તેમણે સત્તાની સુકાન સંભાળ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે. અમેરિકામાં ગેરકાયદે વસતા લોકોને હંકારી કાઢવાના નિર્ણય બાદ હવે તેમણે અમેરિકાની રાષ્ટ્રભાષા અંગે એક મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે તેઓ અંગ્રેજીને અમેરિકાની રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરશે.
Also read : ટ્રમ્પે ચીનને મોટો ઝટકો આપ્યો; ચીન પર વધુ આટલા ટકા ‘Tariff’ ઝીંક્યો
પહેલીવાર કોઈ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો
અત્રે એ ખાસ નોંધાવું ઘટે કે અત્યાર સુધી અમેરિકામાં કોઈ સત્તાવાર રીતે રાષ્ટ્રીય ભાષા જાહેર કરવામાં આવી નથી. જોકે અમેરિકામાં અંગ્રેજી સૌથી સામાન્ય ભાષા બોલાતી, લખાતી અને સમજી શકાય તેવી ભાષા છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે ટ્રમ્પની આ જાહેરાત બાદ અમેરિકાના 250 વર્ષ જૂના સંઘીય ઇતિહાસમાં પહેલીવાર કોઈ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળશે.
ચૂંટણી પ્રચારમાં ભાષાનો મુદ્દો ગાજ્યો
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનાં પ્રચાર દરમિયાન ટ્રમ્પે અમેરિકામાં અન્ય ભાષાઓના ઉપયોગની ટીકા કરી હતી. ગયા વર્ષે ટ્રમ્પે એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “આપણા દેશમાં ઘણી ભાષાઓ આવી ચૂકી છે. સૌથી વિચિત્ર વાત એ છે કે કેટલીક ભાષાઓ એવી છે જેના વિશે આ દેશમાં કોઈએ ક્યારેય સાંભળ્યું નથી.”
Also read : અમેરિકામાં અકસ્માત બાદ મહારાષ્ટ્રની યુવતી કોમામાં, પરિવારને વિઝા મળવાની અપેક્ષા
બીજા કાર્યકાળમાં લીધા અનેક નિર્ણયો
અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવાના નિર્ણય પહેલાં ટ્રમ્પે ઘણા એવા નિર્ણયો લીધા છે જેણે દેશ અને દુનિયાને ચોંકાવી દીધા છે. ટ્રમ્પ ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને બહાર કાઢવાનો, અમેરિકન નાગરિકતા માટે ગોલ્ડ કાર્ડ જેવા ઘણા નિર્ણયોથી ચર્ચામાં છે.