લાહોરમાં સર ગંગારામની હવેલીનું પાકિસ્તાન કરશે જીર્ણોદ્ધાર! જાણો કોણ છે સર ગંગારામ?

નવી દિલ્હી: ભારતમાં અને વિશેષ કરીને રાજધાની દિલ્હીનાં રહેવાસી સર ગંગારામનાં (Sir Ganga Ram) નામથી અજાણ નહિ હોય. દિલ્હીમાં સર ગંગારામ હોસ્પિટલ એક પ્રતિષ્ઠિત નામ છે પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે પાડોશી દેશ લાહોરમાં (Lahore) પણ સર ગંગારામ હોસ્પિટલ છે અને જેને ખુદ સમાજસેવી અને સિવિલ એન્જિનિયર સર ગંગારામે વર્ષ 1921માં બાંધવી હતી. લાહોરનાં વિકાસમાં તેમનું અમૂલ્ય પ્રદાન છે અને હવે પાકિસ્તાન તેના પૈતૃક ઘરનો જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યું છે.
Also read : પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા, જાણો ગુજરાત સહિત દેશભરમાં કેવું રહેશે હવામાન
પ્રતિષ્ઠિત સિવિલ એન્જિનિયર
સર ગંગારામનો જન્મ 1851માં પંજાબ પ્રાંતનાં (હાલ પાકિસ્તાનમાં) એક નાના ગામમાં થયો હતો. એક સામાન્ય પરિવારમાં જન્મેલા હોવા છતાં, તેમણે પોતાની મહેનત અને સમર્પણથી શિક્ષણ મેળવ્યું અને એક પ્રતિષ્ઠિત સિવિલ એન્જિનિયર તરીકેની નામના મેળવી. તેમણે લાહોર ઉપરાંત ભારતીય ઉપખંડમાં પણ ઘણા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સની યોજના બનાવી અને નિર્માણકાર્ય કર્યું.
હરુન રશીદે કરી પોસ્ટ
તાજેતરમાં જ પ્રસિદ્ધ લેખક હરુન રશીદે સોશિયલ મીડિયામાં માહિતી શેર કરતાં કહ્યું હતું કે લાહોર ખાતે આવેલું સર ગંગારામનાં પૈતૃક મકાનનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. તેમણે પોસ્ટમાં ચાર તસવીરો પણ શેર કરી હતી. જેમાં તેમના પૈતૃક મકાનને જોઇ શકાય છે. કાળની થપાટ ખાઈને આ મકાન જીર્ણ થઈ ગયું હતું અને અંતે જાળવણીનાં અભાવે પડતર બની રહ્યું હતું. પરંતુ આ નિર્ણયથી તેમના મકાન અને પરિવારની યાદગીરી પુનર્જીવિત થશે.
Also read : ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાત દુર્ઘટનામાં 32 કામદારોને બચાવી લેવાયા, હજુ 25 કામદારો ફસાયેલા…
લાહોરનાં વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન
સર ગંગારામની ઓળખ લાહોરનાં નિર્માતાથી છે, કારણ કે લાહોરનાં વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેમની બનાવેલી અનેક ઇમારતો આજે લાહોરમાં હયાત છે અને જે શહેરની આગવી ઓળખ છે. જેમાની એક મહત્વપૂર્ણ સંસ્થા સર ગંગારામ હોસ્પિટલ છે કે જેની સ્થાપના વર્ષ 1921 માં ખુદ સર ગંગારામે કરી હતી. તે ઉપરાંત કોલેજ, રોડ, જળવ્યવસ્થપાન વગેરે માટેનાં ઘણા બાંધકામો કર્યા છે.