રાજકોટની આ જાણીતી હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી

રાજકોટઃ શહેરમાં વધુ એક જાણીતી હોસ્પિટલને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)માંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. ઈન્સ્યોરન્સ કમિટી દ્વારા મુલાકાત લેવામાં આવી તે સમયે મળી આવેલી ગેરરીતિથી શાંતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેમજ રૂપિયા 23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
હોમ પોર્ટલ પર રજિસ્ટર થયેલા તબીબો હાજર ન મળતા કાર્યવાહી કરવામાં આવી હતી. પોર્ટલમાંથી તબીબનું નામ હટાવાયું છતાં તેના દ્વારા 24 સર્જરી કર્યાનો ખુલાસો થયો હતો. ઉપરાંત GPCBનું સર્ટિફિકેટ એક્સ્પાયર છતાં રીન્યુ માટે અરજી ન કર્યાનું સામે આવ્યું હતું. હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ બેદરકારી છતી થઈ હતી. તેમજ જનરલ વોર્ડમાં એક્સ-રે મશીન મુકાયા હતા. આવી બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો…પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઘાયલ; બસ ડ્રાઇવર સ્ટીયરિંગમાં ફસાઈ ગયો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે પીએમ-જેએવાયમાંથી પૈસા કમાવવા માટે, કેટલાક દર્દીઓ પર બિનજરૂરી એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી કરી હતી. જેના કારણે બે દર્દીઓના મૃત્યુ થયા હતા. આ કૌભાંડ સામે આવ્યા બાદ પીએમજેએવાય અંતર્ગત સારવાર કરતી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો કાર્યવાહી કરવામાં આવે છે.