ઇન્ટરનેશનલ

ટ્રમ્પ અને ઝેલેન્સકીના ડખ્ખામાં બીજા બધા રહ્યા ભૂખા, વ્હાઈટ હાઉસમાં સ્વાદિષ્ટ ભોજન તો હતું પણ…

વોશિંગ્ટનઃ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝેલેન્સકીએ ટ્રમ્પના રશિયા તરફના ઝુકાવ પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે ટ્રમ્પે ઝેલેન્સકી પર અનાદરનો આરોપ લગાવ્યો. તેમનો મતભેદ ઉગ્ર દલીલમાં ફેરવાઈ ગયો. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી એકબીજાને અટકાવતા રહ્યા હતા. આ દરમિયાને ઝેલેન્સકી મુલાકાત છોડીને ચાલ્યા ગયા હતા. જેને લઈ તેમના માટે તૈયાર કરવામાં આવેલું ભોજન પણ પડી રહ્યું હતું.

વ્હાઈટ હાઉસના અધિકારીએ જણાવ્યું કે, ઝેલેન્સકીને જતા રહેવા જણાવાયું હતું. બેઠક બાદ યુક્રેનના નેતાએ ગાડી પાટા પર લાવવાની કોશિશ કરી હતી પરંતુ યુક્રેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વાલ્ટ્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ યુક્રેનના અધિકારીઓને જણાવ્યું કે, ટ્રમ્પે ઝેલેન્સ્કીને તાત્કાલિક વ્હાઇટ હાઉસ છોડી દેવી કહ્યું હતું. યુક્રેનનું પ્રતિનિધિમંડળ લંચ માટે આમંત્રિત કેમ ન કરવામાં આવ્યા તેની નજીકના હોલમાં રાહ જોઈ રહ્યા હતા. તેમના માટે આવેલા સ્પ્રિંગ ગ્રીન સલાડ, રોજમેર રોસ્ટેડ ચિકન અને ક્રીમ બ્રુલે જેવી ખાદ્ય ચીજો વ્હાઈટ હાઉસમાં રાખવામાં આવી હતી. ઘટનાની પ્રતિનિધિમંડળને જાણ થઈ ત્યારે કોઈએ તેને ટેસ્ટ પણ ન કરી.

Also read: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે અંતઃ સાઉદી અરેબિયાએ કરી મધ્યસ્થી, પણ

નિષ્ણાતો મુજબ, ઝેલેન્સ્કીનો અસલી હેતુ ટ્રમ્પને મનાવવાનો હતો. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિન વચેચ હાલના દિવસોમાં વધારે નજીક આવ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં ઝેલેન્સકીએ કહ્યું ટ્રમ્પ અમારા પક્ષમાં રહે તેમ અમે ઈચ્છીએ છીએ. તેમણે માફી માંગાવની ના પાડીને કહ્યું હું રાષ્ટ્ર પ્રમુખનું અને અમેરિકાના લોકોનું સન્માન કરું છું. મેં કંઈ ખોટું કર્યું હોય તેવું મને લાગતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button