આમચી મુંબઈટોપ ન્યૂઝ

ઘાટકોપર અને કુર્લામાં બપોર સુધીમાં પાણી પુરવઠો રાબેતા મુજબ થશે

મુંબઈઃ ઘાટકોપર અને કુર્લાવાસીઓ માટે મહત્વના સમાચાર છે. ઘાટકોપર અને કુર્લામાં પવઈ – વેન્ચુરી ખાતે ૧૮૦૦ મીમી વ્યાસના પાણીના પાઇપ જોડાણમાં થયેલા લીકેજનું સમારકામ શનિવારે (૧ માર્ચ, ૨૦૨૫) સવારે પાંચ વાગ્યે પૂર્ણ થયું છે. તેથી, ઘાટકોપર ઉચ્ચસ્તરીય જળાશય ભરવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

૧૮૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઇપલાઇન શનિવારે સવારે સાત વાગ્યે કાર્યરત (ચાર્જ) કરવામાં આવી હતી. લગભગ બે કલાકમાં જળાશય ભરાઈ ગયા પછી પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે, તેવી માહિતી પાલિકાના સૂત્રોએ આપી હતી.

આ પણ વાંચો…જંકશન ટુ જંકશન પદ્ધતિેએ કૉંક્રીટીકરણના કામ કરાશે

ગઈકાલે મિલિંદ નગર, પવઈમાં ૧,૮૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં અચાનક મોટું ગળતર જણાઈ આવ્યું હતું, તેને કારણે ઘાટકોપર જળાશયને થનારો પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પાઈપલાઈનનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ સમારકામને લાંબો સમય લાગી શકે તેમ છે, તેવી માહિતી સંબંધિત અધિકારીઓએ આપી હતી. આ બન્ને ખૂબ જ ગીચ પરા છે અને પાણીનો પુવઠો ઠપ થતા લોકોએ ભારે હાલાકી અનુભવી હતી. હવે આજે બપોર સુધીમાં તેમને રાહત મળે તેવી પૂરી સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button