મનોરંજન

Sacm 2003- પાર્ટ ટુ આ તારીખે રીલિઝ થશે

હર્ષદ મહેતાના કૌભાંડ પર સ્કેમ-1992 વેબસિરીઝ બનાવી ભારે લોકપ્રિયતા મેળવનારા હંસલ મહેતાની સ્કેમ 2003 પણ ઘણી લોકપ્રિય થઈ હતી. જોકે પહેલી સિરિઝ જેવી મજા તેલગીના સ્કેમમાં ન આવી હોવાનું ઘણા કહે છે.

તેલગીનો બીજો પાર્ટ વધારે ઈન્ટરેસ્ટિંગ હોવાનું તેના ટ્રેલર પરથી લાગી રહ્યું છે. આજે તેનું ટ્રેલર રીલિઝ થયું છે.
હંસલ મહેતાની સિરીઝ ‘સ્કેમ 2003’ના બીજા ભાગનું ટ્રેલર અને રિલીઝ ડેટ આવી ગઈ છે. ‘સ્કેમ 2003’ વોલ્યુમ 2 ત્રીજી નવેમ્બરે ઓટીટી પર રીલિઝ થશે.

ગગન દેવ રિયારે ફરી એકવાર અબ્દુલ કરીમ તેલગીના રૂપમાં રંગ જમાવ્યો છે. જ્યારે હંસલ મહેતાએ ‘સ્કેમ 1992’ સાથે OTTની દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારે તેણે હલચલ મચાવી દીધી. હર્ષદ મહેતા પછી, તે તેની બીજી સીઝન ‘સ્કેમ 2003’માં અબ્દુલ કરીમ તેલગીના સ્ટેમ્પ કૌભાંડ વિશે છે.

2003ના કૌભાંડની વાર્તા અબ્દુલ કરીમ તેલગીની છે, જેણે 30 હજાર કરોડ રૂપિયાનું સ્ટેમ્પ પેપર કૌભાંડ કર્યું હતું. આ શ્રેણી સંજય સિંહ દ્વારા લખાયેલ પુસ્તક ‘તેલગીઃ અ રિપોર્ટર્સ ડાયરી’ પર આધારિત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે