એઆઈ અને સ્ટાર્ટ-અપ્સ પર ધ્યાન આપીને ટેકનોલોજી મહારાષ્ટ્રના વિકાસનો પાયો નાખશે: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર રાજ્યના અર્થતંત્રને ટ્રિલ્યન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે ફિનટેક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પ્રયાસો કરી રહ્યા છે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારની આપલે સરકારના માધ્યમથી 500 જેટલી સેવા વોટ્સ-એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ટેકનોલોજી આર્થિક વિકાસનો પાયો નાખશે અને સરકાર રાજ્યને સ્ટાર્ટ-અપ્સ અને ટેકનોલોજી સેક્ટરમાં નેતૃત્વ માટે તૈયાર કરી રહી છે, એમ ફડણવીસે મુંબઈ ટેક વીક-2025નું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મંત્રાલયમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે એઆઈનો ઉપયોગ કરો: મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાનનો લોકમતના જોઈન્ટ મેનેજમેનેજિંગ ડિરેક્ટર રીષી દર્ડા દ્વારા કાર્યક્રમમાં ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો ત્યારે તેઓ બોલી રહ્યા હતા.
મારી સરકાર એક ટ્ર્રિલ્યન ડોલરના અર્થતંત્ર માટે ફિનટેક અને એઆઈ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપી રહી છે. ટેકનોલોજી રાજ્યના વિકાસના પાયા તરીકે કામ કરશે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર પહેલી એઆઈ પોલીસી બનાવશે, આઈટી વિભાગ આ વર્ષના અંતમાં ડ્રાફ્ટ રજૂ કરશે
આ કાર્યક્રમમાં ફડણવીસની હાજરીમાં ટેકનોલોજી અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવાના કેટલાક સમજૂતીના કરાર (એમઓયુ) સહી કરવામાં આવ્યા હતા.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) સાથે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જમીન ફાળવવા માટે સમજૂતીના કરાર કર્યા હતા.
રાજ્યના ઈન્ફર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે વોટ્સ-એપ ચેટ બોટ વિકસિત કરવા માટે મેટા સાથે સમજૂતીના કરાર કર્યા હતા. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આનાથી આપલે સરકારની 500 જેટલી સેવાઓ નાગરિકોને વોટ્સ-એપ પર ઉપલબ્ધ થશે.