મહારાષ્ટ્ર

બાળ ઠાકરેની વિચારધારાને તરછોડવાના તેમના પાપને ધોવા કૂંભ સ્નાન કર્યું: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની વિચારધારાને તરછોડી દેવાનું જે પાપ કરવામાં આવ્યું હતું તેને ધોવા માટે મહાકૂંભમાં જઈને સ્નાન કર્યું હતું. તેમની આ ટિપ્પણી શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને સંબોધીને હોવાનું માનવામાં આવે છે.

એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા કૂંભ-સ્નાનની ટીકા કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ગંગામાં ડૂબકી લગાવવાથી મહારાષ્ટ્ર સાથે દગો કરવાનું પાપ ધોવાશે નહીં, તેના જવાબમાં તેમણે ઉપરોક્ત વાત કરી હતી.

રવિદાસ મહારાજ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે 65 કરોડ લોકોએ કૂંભ મેળામાં સહભાગી થઈને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું. જે લોકોને પ્રયાગરાજ અને મહાકૂંભ સાથે કશી લેવા-દેવા નથી તેમને માટે શું કહી શકાય.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું મારા પાપ ધોવા માટે ગયો હતો, પરંતુ હું તો આધ્યાત્મિક પરિપૂર્ણતા મેળવવા માટે અને તેમના બાળ ઠાકરેની વિચારધારાને તરછોડીને જે ઘાત કર્યો હતો તેનું પાપ ધોવા માટે ગયો હતો. તેમણે બાળ ઠાકરેનું વિઝન છોડી દીધું હતું અને શિવસૈનિકો સાથે ગેરવર્તન કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાકુંભમાં ડૂબકી લગાવી, સીએમ યોગીના વખાણ કર્યા

હું તેમના પાપને ધોવા માટે ગયો હતો, પરંતુ તેઓ પાપને છુપાવવા માટે લંડન ગયા હતા. તેઓ હવે મહાકૂંભનું પણ અપમાન કરી રહ્યા છે. તેઓ આસપાસ થઈ રહેલી સારી બાબતો પચાવી શકતા નથી. તેઓ અમને ગદ્દાર કહે છે, પરંતુ તમે લોકોને શું કહેશો જેમણે શિવસેનાના 60 વિધાનસભ્યો ચૂંટી આપ્યા છે? એમ શિંદેએ કહ્યું હતું.

આગામી ચૂંટણીઓમાં વિપક્ષનો સંપૂર્ણ સફાયો થઈ જશે, એવી આગાહી તેમણે કરી હતી.

ઉદ્ધવ ઠાકરે દ્વારા થાણેથી શરૂ કરીને રાજ્યની યાત્રા કરવામાં આવવાની છે તે અંગે પુછવામાં આવતાં શિંદેએ કહ્યું હતું કે થાણે બાળ ઠાકરેનો ગઢ હતો થાણેના લોકસભાના સાંસદ અને વિધાનસભ્ય શિવસેનાના છે. તેમને ગમે ત્યાં જવા દો, તેમના ભાવિનો નિર્ણય જનતા લેશે, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button