સ્પોર્ટસ

ડૉપ ટેસ્ટમાં નિષ્ફળ ટેનિસ ખેલાડી સિનરને ઝટકોઃ લોરિયસ સ્પોર્ટ્સમેનના નોમિનેશનમાંથી હટાવ્યો…

લંડન: વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી યાનિક સિનરનું નામ લોરિયસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર પુરસ્કારના નોમિનેશનમાંથી હટાવી દેવામાં આવ્યું છે, કારણ કે ઇટલીના આ ખેલાડી પર ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ ત્રણ મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Also read : શોકિંગઃ બ્રાઝિલમાં મેચ પહેલા આર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકોને ગોળી ધરબી દેવાઇ

લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડેમીના ચેરમેન સીન ફિટ્ઝપૈટ્રિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી અને સિનર વચ્ચેના કરાર બાદ આ ખેલાડી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ફિટ્ઝપેટ્રિકે કહ્યું હતું કે, “લૉરિયસ એકેડેમીએ આ બાબતે ચર્ચા કરી અને ત્યારબાદ આ વર્ષના લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ માટે યાનિક સિનરનું નોમિનેશન પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.”

Also read : ભારતની મહિલા હૉકી ટીમે કર્યું મોટું કામઃ જુઓ, શૂટઆઉટમાં કઈ ટીમને હરાવી…

ગયા વર્ષે નોવાક જોકોવિચે 2023 માટે લોરિયસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો અને સ્પેનિશ ફૂટબોલ સ્ટાર એટાના બોનમાટીને સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. આ વર્ષના પુરસ્કારો માટે નોમિનેટ કરાયેલા ખેલાડીઓની જાહેરાત સોમવારે મેડ્રિડમાં કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button