આ રીતે ઉમંગ એપ પરથી ઉપાડો Provident Fundના પૈસા, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

આજે અમે અહીં તમારા માટે દર વખતની જેમ જ એકદમ કામની માહિતી લઈને આવ્યા છીએ. આ માહિતી જાણી લેવી તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે અને આ માહિતી છે પ્રોવિડન્ટ ફંડ (Provident Fund)ના પૈસા ભારત સરકારની ઉમંગ એપ પરથી કઈ રીતે ઉપાડી શકાય એ વિશે. ચાલો જોઈએ કઈ રીતે ઉપાડી શકશો આ પૈસા-
ભારત સરકાર દ્વારા ઉમંગ એટલે કે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યુ-એજ ગર્વનન્સ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ એકદમ ફ્રી છે અને તમે આ એપની મદદથી તમારા પીએફના પૈસા પણ ઉપાડી શકો છો. આજે અમે અહીં તમને આ વિશેની જ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
યુઝર્સ આ એપને એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પરથી ઈન્સ્ટોલ કરી શકો છો. આ સિવાય આ એપ 1-2 નહીં 13 ભાષામાં ઉપલબ્ધ છે. આ એપ એકદમ સુરક્ષિત અને તે એકદમ યુઝર ફ્રેન્ડલી પણ છે. સૌથી મહત્ત્વની વાત એટલે આ એપની મદદથી તમે તમારા પીએફના પૈસા પણ ઉપાડી શકો છો. પીએફના પૈસા ઉમંગ એપની મદદથી ઉપાડવાનું ખૂબ જ સરળ છે. આ માટે તમારે કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
આ પણ વાંચો : Good News : પ્રોવિડન્ટ ફંડ ધારકોને મળશે ATM કાર્ડ, આવી રીતે થશે ઓપરેટ
- સૌથી પહેલાં તો તમારા ફોનમાં ઉમંગ એપ ડાઉનલોડ કરી લો. આ એપ તમને અગાઉ કહ્યું એમ ગૂગલ કે આઈઓએસ પ્લે સ્ટોર પરથી મળશે.
- ફોન ડાઉનલોડ કર્યા બાદ તેમાં આધાર કાર્ડ નંબર કે મોબાઈલ નંબરની મદદથી રજિસ્ટ્રેશન કરો.
- રજિસ્ટ્રેશન પૂરું કર્યા બાદ તમારે ઈપીએફઓ સર્વિસનો ઓપ્શન સિલેક્ટ કરવો પડશે.
- ત્યાર બાદ આધાર નંબર કે મોબાઈલ નંબર દ્વારા ઈપીએફઓમાં લોગ ઈન કરો. હવે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે.
- આ ઓટીપી નાખ્યા બાદ પીએફના પૈસા ઉપાડવાનો વિકલ્પ તમારી સામે આવશે, જેના પર તમારે ક્લિક કરવું પડશે.
- હવે તમારે ક્લેમ ફોર્મ પસંદ કરીને જરૂરી માહિતી આપવી પડશે. જેમ કે તમારો વિથડ્રોવલનો પ્રકાર, કેટલા પૈસા ઉપાડવા માંગો છો, બેંક ખાતાની પસંદગી વગેરે વગેરે.
- આટલું કર્યા બાદ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી ફરી નાખો અને કન્ફર્મ પર ક્લિક કરો.
- સાતથી 10 દિવસમાં પીએફના પૈસા તમે પસંદ કરેલાં બેંક એકાઉન્ટમાં આવી જશે.